________________
કેવી રીતે બન્યો, એ બતાવીને બૌદ્ધપંથનાં વખાણ કરવાં, એ જ એ ગ્રંથનો મુખ્ય હેતુ હોવાથી એમાં આપેલી હકીક્તની સત્યતાની બાબતમાં આપણું મનમાં સ્વાભાવિક રીતે શંકા ઉત્પન્ન થાય છે. પરંતુ અશોકની ધર્મલિપિઓની બાબતમાં આવી શંકાને સ્થાન રહેતું નથી. અશોકના પિતાના જ સમયની એ નેંધો હોવાથી, અને તેના હુકમથી જ તે કાતરાએલી હોવાથી, તે બેશક સાચી જ છે : એમ કહેવામાં કાંઈ હરકત નથી. આપણે એ લેખ જેમ જેમ વાંચતા જઈએ છીએ તેમ તેમ, જાણે કે અશોક પોતે જ આપણું સાથે વાતો કરતો હોય અને પોતાના અંતરના ઊંડાણની વાતે આપણને કહી દેતો હોય, એ જ ભાસ આપણને થયાં કરે છે. અહીં અશોકનું જે ચરિત આલેખવામાં આવેલું છે તે માત્ર તેની ધર્મલિપિઓના આધારે જ આલેખવામાં આવેલું છે, અને તેથી આપણું હકીકત દંતકથા નથી, પણ ઈતિહાસ જ છે એમ આપણે ખાત્રીપૂર્વક કહી શકીએ.
અશોક પિતાની પાછળ કેવી જાતની ને મુકત ગયો છે? એ નેંધની સંખ્યા પૂરતી છે ? તેમાંની વિગતો મહત્ત્વની છે? આ બધા સવાલના જવાબ આપવાને માટે તેની ધર્મલિપિઓની વિગતમાં ઊતરવું પડે. પણ આમ વરૂઆતમાં જ તેની ધર્મલિપિઓને સંપૂર્ણ અહેવાલ આપણે આપવા બેસીએ તો આપણને કદાચ કંટાળો આવે. આથી કરીને પછીનાં પ્રકરણોમાં તેવો અહેવાલ આપવાનો વિચાર રાખે છે. પણ આ પ્રકરણમાં અને આના પછીનાં પ્રકરણમાં જે કાંઈ કહેવામાં આવે તે બરાબર સમજાય તેટલા માટે એ ધર્મલિપિઓના પ્રકારને કાંઈક ખ્યાલ આપવાની જરૂર રહે છે. આપણે સા જાણીએ છીએ તેમ, એ બધા લેખે પથ્થરોના ઉપર કોતરવામાં આવેલા છે. પર્વતના ઉપર પડેલી શિલાઓના ઉપર કે એકલડકલ થાંભલાઓના ઉપર કે ગુફાઓમાંની શિલાઓના ઉપર એ લેખો કોતરવામાં આવેલા છે. અશોકના શિલાલેખાના બે પ્રકાર છે:-૧) મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com