________________
૧૪ કહી ગયા છીએ તેમ, કઈ મકાનના મુખ્યભાગરૂપ થાંભલાના બદલામાં સ્વતંત્ર થાંભલા ઊભા કરવાને વિચાર ઈરાનમાં કે ગ્રીસમાં જમ્યો નથી પણ હિંદુસ્તાનમાં જ જન્મે છે. તે જ પ્રમાણે, અશોકના થાંભલા ઘડવામાં ઐકિયાના ગ્રીસવાસી લોકેએ આવો આગળપડતો ભાગ લીધે હવે તો પછી, આયોનિક કે કરિંથિયન વર્ગનાં રૂપના જેવાં કે તેની વિશિષ્ટતાઓના જેવાં ખાસ કરીને ગ્રીસનાં રૂ૫ કે તેની વિશિષ્ટતાઓ આ સ્થાપત્યમાં તેમણે દાખલ કર્યા નથી, એ જરા નવાઈભરેલું છે. હિંદી-પાર્થિયન અને કુશન વંશના સ્થાપત્યમાં આયોનિક કે કેરિચિયન રૂપ કે તેની વિશિષ્ટતાઓ જેવામાં આવે છે, પણ અશોકના સમયમાં તો તેવું કાંઈ જ ન હતું. વેલબુટ્ટી અને સાંકળ તેમ જ મણકા અને ફિરકી વગેરે જે દેખાવો ગ્રીસની કળાના અભ્યાસીને જાણીતા છે તે અશોકના થાંભલામાં જોવામાં આવે છે, એ વાત ખરી છે. પરંતુ એ દેખાવો કાંઈ ખાસ ગ્રીસની જ ખાસિયતો નથી; કારણ કે, ખુદ ગ્રીસવાસી લોકેએ આસીરિયામાંથી તેનું અનુકરણ કરેલું છે, એમ જાણવામાં આવેલું છે. અશોકના થાંભલાની બીજી ખાસિયતે –દાખલા તરીકે, ઘંટાકાર ટોચનો ભાગ, અને ચિત્રકામ વગરનો લીસો ઊભો થાંભલો અને તેને ચળકાટ- ઈરાનીઓની મારફતે નહિ પણ સીધી રીતે આસીરિયાવાસીઓની કનેથી લીધેલ છે, એમ કહેવું વધારે કુદરતી છે. અનેક વર્ષોની પહેલાં શ્રીયુત રાજેદ્રલાલ મિત્રે કહ્યું હતું તેમ, અશોકના સમયની પછી ઘણા કાળે હિંદુસ્તાનના લોકોએ આસીરિયાના લેકેની નકલ કરી હતી, એમ કહેવું વધારે સહીસલામતીભર્યું છે. સર્વ પુરાણવસ્તુશાસ્ત્રીઓએ મૌર્યકાળની પહેલાંની માનેલી “વાસંધ ની વૈરાને ફર્ગ્યુસન સાહેબે મૂળ આસારિયાના અંશવાળી અને બિર્સ નિમરૂદની નકલ તરીકે ગણું
૧. “ઇ-આર્યન્સ” (હિંદી-આર્યો), પુ. ૧, પૃ. ૧૪ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com