________________
૧૯૫
સમયના સહજ પહેલાંના કાળના હોવા જોઈએ. ફર્ગ્યુસન સાહેબના મોર અશોકના સમયની પહેલાનું ગણાય તેવું પથ્થરનું બીજું બાંધકામ રાજગૃહ(રાજગીર )માં આવેલ “કરક્ષક જો ચંદ” છે. અશોકના સમયની પહેલાં પથ્થરના બાંધકામની કળા અને તેનો ઉદ્યોગ વિકસેલાં હતાં તેનો વધારાનો પૂરાવો હજી જોઇતો હોય તો પિઝાવાના સ્તૂપમાંથી મળી રપાવેલી પથ્થરની જબરી પેટી તે પૂરાવો પૂરો પાડે છે. ૩ એક જ ભૂખરા કાળમીંઢ પથ્થરમાંથી તે પેટી બનાવવામાં આવેલી છે, અને તે બાવન તસુની લંબાઈની અને સવાબત્રીસ તસુની પહોળાઈની અને સવાછવીસ તસુની ઊંચાઇની છે. ઉત્તમોત્તમ હસ્તકળાને નમૂનો તે પૂરો પાડે છે. પોતાની ધર્મલિપિઓને ચિરસ્થાયી કરવાનો વિચાર અશોકને ફુર્યો ત્યારે પિતાની પહેલાંના સમયથી વિકસતી આવેલી અને આબાદી ભોગવતી પથ્થરકામની કળાને ઉપયોગ કરી લેવાનો ઠરાવ તેણે કરેલો, એમ જણાય છે.
આ દૃષ્ટિએ અશોકનાં બાંધકામનું આટલું વર્ણન બસ થશે. હવે એવો સવાલ થાય છે કે, કળાના નમૂના તરીકે એ બાંધકામમાં વિકાસનો કેટલે અંશ રહેલે છે? આપણે તેમના જે ત્રણ વર્ગો પાડેલા છે તે પૈકીને થાંભલાઓને વર્ગ જ અહીં પણ મહત્ત્વને થઈ પડે છે. દરેક થાંભલાના ત્રણ ભાગ પડેલા હોય છે -(૧) ઘંટાકાર ટોચવાળો ઊભે થાંભલે; (૨) થાંભલાની ટોચે પાટ; અને (૩) ટોચે આસપાસ કોતરકામવાળો મુગટનો ભાગ. ટોચ અને તેની ઉપરની પાટ તથા તેની ઉપરને મુગટરૂપ ભાગ થાંભલાની સૌથી વધારે મહત્ત્વની અને કળાભરી ખાસિયત ગણાય છે. આવી જાતના થાંભલાને સારામાં સારે નમન સારનાથમાંથી મળી આવેલ છે.
૧. મે. આ. સ. ઇ., અંક ૪, પૃ. ૧૨૮ અને આગળ. ૨. હિ. ઈ. ઈ. આ, પુ. ૧, પૃ. ૭૫.
૩. સ. આ, મુ. સિ. ન્યું. વૅ, પુ. ૩, ભાગ ૧, પૃ. ૪૨૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com