________________
૧૯૪
મુખ્યત: લાકડાનાં બાંધકામો થતાં હતાં. આજે પણ બ્રહ્મદેશમાં અને ચીનમાં તેમ જ જાપાનમાં લાકડાનાં મકાન બાંધવાનો રિવાજ ચાલુ છે. અલબત્ત, બાંધકામમાં પથ્થરના કરતાં લાકડું વધારે સારું થઈ પડે છે; પરંતુ પથ્થર જેટલે ચિરસ્થાયી નીવડે છે તેટલું લાકડું ચિરસ્થાયી નીવડતું નથી, એ જ એની ખામી છે. મેગાસ્થનીસ કહે છે કે, “ તીર મારવાનું ફાવી શકે તેટલા માટે બાકાં રાખીને ચણેલી ફરતી દિવાલ” પાટલિપુત્રની આસપાસ બાંધેલી હતી. ચંદ્રગુપ્તના પાટનગરનું જ રક્ષણ આવી લાકડાની દિવાલથી થતું હતું તે પછી તે સમયનાં બધાં જ બાંધકામમાં લાકડાને ઉપયોગ થતો હશે, એમ આપણે ખુશીથી અનુમાની શકીએ. બૌદ્ધસાહિત્યનાં “ જાતકે ” માં પણ લાકડાના બાંધકામના અનેક ઉલ્લેખન અને ઈંટના બાંધકામના થોડાક ઉલ્લેખ જોવામાં આવે છે; પણ પથ્થરના બાંધકામનો એક પણ ઉલ્લેખ તેમાં જોવામાં આવતો નથી. પથરના બાંધકામની કળા અને તેનો ઉદ્યોગ કઈ જ જાણતું નહિ, એ એનો અર્થ કરવાનો નથી; કારણ કે, “જાતકે”માં તેમનો ઉલ્લેખ થએલે છે ખરે. વળી, લગભગ અશકના સમયની જ પથ્થરની એક મૂર્તિ તે જાણવામાં છે. એ મૂતિ પર ખમમાંથી મળી આવેલી છે. એ મૂર્તિ દરબારી કડિયાઓએ ઘડેલી નહિ. વળી, રાજપૂતાનાના નગરી ગામમાં વાસુદેવ-સંકર્ષણના મઠને ફરતી જંગી દિવાલના અવશેષો જોવામાં આવે છે તે અશકના
૧. “ જાતક, ૨, ૧૮, ૭–૧૩; ૬, ૩૩૨, ૨૧ અને આગળ. ૨. “ જાતક,” ૬, ૪૨૯, ૧૭–૧૮. ૩. દાખલા તરીકે, જુઓ “જાતક” ૧, ૪%, ૫ અને ૧૨.
૪. “ કૅટલોગ ઓફ ધી આર્કીઓલૉજિકલ મ્યુઝિયમ, મથુરા ” (મથુરામાંના પુરાણુવસ્તુસંગ્રહસ્થાનનું સૂચિપત્ર ), પૃ. ૮૩ અને ચિત્રપટ ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com