________________
૧૯૦
દરેકેદરેક થાંભલા બનેલા છે. એમ કહેવાય છે કે, એ થાંભલા એ ગામમાં ટાંક્શાની મદદથી તૈયાર થએલા અને જૂદાંજૂદાં સ્થાએ લઇ જવામાં આવેલા. તે પૈકીના કેટલાક થાંભલા ડુંગરામાંથી ખાદી કાઢવામાં આવ્યા હતા, અને સેંકડા ગાઉ દૂર મેાકલવામાં આવ્યા હતા. આવા અસાધારણ કદના થાંભલાઓને લાંબા પક્ષે લઈ જવા અને દૂરદૂરનાં અનેક સ્થળેાએ ગાઠવવા : એ કાંઇ રમતની વાત ન હતી. એ કામે જે યાંત્રિક સાધતાને અને મગજશક્તિને ઉપયાગ તે સમયે કરવા પડયા હરો તે આજના જમાનામાં આપણને અશકય ન થઇ પડે તેા પણ આપણા દમ તા જરૂર કાઢે. સેાળસા વર્ષોંની પછી અશેાકના ત્રણ થાંભલાઓને સુલતાન ફ્રિોઝશાહે દિલ્લીમાં આણ્યા હતા, એમ જણાય છે. તે પૈકીના ટાપ્રા'માંના થાંભલાને પંજાબના અંબાલા પ્રાંતમાંથી ખસેડીને દિલ્લીમાં ગેાઠવતાં એ સુલતાનના યંત્રશાસ્ત્રીઓને જે અસાધારણુ મુશ્કેલી પડેલી તેનું વર્ણન આપણા સારા નસીબે જળવાઇ રહેલું છે. તેના સમકાલીન ઇતિહાસકાર શમ્સ-ઇ-શિરાઝ કહે છે કેઃ—
“ ઠંડ્ડાની ચઢાઇ કરીને સુલતાન ફ્રિઝ પાા કર્યાં ત્યારપછી દિલ્લીના પાડેાસમાં તે ઘણુંખરૂં આવજા કરતા હતા. એ દેશના એ ભાગમાં પથ્થરના બે થાંભલાએા હતા. ડુંગરાની તળાટીએ આવેલા સુધારાના અને ખિઝરાબાદના પ્રાંતમાંના ટાપ્રા ગામમાં તે પૈકીને એક થાંભલા હતા, અને બીજો થાંભલા મિરથ ગામની નજીકમાં હતા...... કિાઝશાહે એ થાંભલા પ્રથમ જોયા ત્યારે તેને બહુ નવાઇ લાગી, અને સ્મરચિહ્નો તરીકે તેમને દિલ્લીમાં સંભાળપૂર્વક લઇ જવાના ઠરાવ તેણે કર્યાં.
દિલ્લીથી તેવું કાસ દૂર પર્વતાની બાજુમાં ખિઝરાબાદ પ્રાંત આવેલા છે. સુલતાને એ પ્રાંતની મુલાકાત લીધી અને ટાપ્રા ગામમાંના થાંભલા જોયા ત્યારે તેને દિલ્લીમાં લઇ જવાના અને ભાવિ પ્રજાને માટે સ્મરચિહ્ન તરીકે ત્યાં તેને ઊભા કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
cr