________________
૧૮૯
ઉપયાગ કર્યાં હતા. અશોકના કડિયાઓએ શિલાને ધસીને લીસી કરીને તેમના ઉપર કાતરકામ કરેલું છે તેા પણ ઇરાનના કડિયાએના એવા કામથી તેમનું કામ કાંઈ ખાસ ચઢિયાતું નીવડયું નથી. પરંતુ ચાંભલાઓની વાત તા છેક જ જૂદી છે. ઇરાનનાં બાંધકામામાં થાંભલાએ વપરાતા નહિ, એમ તેા ન જ કહી શકાય; પરંતુ કાઇ બાંધકામના ભાગ તરીકે થાંભલાઓ ઊભું ન કરાવતાં સ્વતંત્ર અને એકાકી થાંભલાએ ઊભા કરાવવાનું પ્રથમ માન । માત્ર આપણા દેશને જ મળે છે. રામના રાજાની પહેલાંના સમયમાં પશ્ચિમએશિયામાં કે યુરોપમાં એ પ્રથા પડેલી જાણવામાં નથી. અશોકના થાંભલાએ અસાધારણ કદના છે. ૫૦૦ થી ૬૦૦ તસુની તેમની લંબાઇ અને સરાસરી ૩૧ તસુની તેમની જાડાઇ કાંઇ સાધારણ ન કહેવાય. આજે વીસમી સદીમાં આપણે આપણા વૈજ્ઞાનિક જ્ઞાનની અને કેળવણીની અને સાધનેાની બડાઇ હાંકીએ છીએ; પણ આજે એ સૌના ઉપયાગ કરનારને પણ આશરે ૪૮ તસુનો પહેાળાઇના તથા ૪૮ તસુની જાડાઇના અને ૬૦૦ તસુની લંબાઇના પથરા ખાદવાનું કામ મુશ્કેલીભર્યું થઇ પડે તેમ છે. આવું છે તેા પછી, આજથી બે હજાર વર્ષોંના પહેલાંના મૌર્યકાળના કારીગરા આવું મુશ્કેલ કામ કેવી રીતે સાધી શકયા હશે ? ખરેખર, આપણે તે એના માત્ર વિચારથી જ આશ્ચમાં ગરકાવ થઇ જઇએ છીએ. વળી, આવા અસાધારણ કદના પથરા બરાબર ખાદી કાઢવા, અને તેમને ઢાંકણાથી છેાલીને તેના બરાબર પ્રમાણસર તથા દેખાવડા ગાળ થાંભલા તૈયાર કરવા તેમ જ આરસીના જેવા ચળકતા તેમને બનાવવાઃ એ કામ તેા એનાથી પણ વધારે મહેનતનું અને નાજુક હતું. આજનેાડિયા તા એ કામ જેને આભાજ બની જાય તેમ છે. અશાકના સમયના કડિયાઓએ તા. એ કામ અસાધારણ ફતેહમદીથી પાર પાડેલું છે, એમ કહેવું જોઈએ. પરંતુ આટલેથી જ અસ નથી. સંયુક્ત પ્રાંતાના મિરઝાપુર પ્રાંતમાંના ચુનાર ગામની ખાણમાંથી ખેાદી કાઢેલા અડદિયા પથરાના અશાકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com