________________
૧૭૬ છીએ તે જુદીજુદી બે બોલીઓ આપણને મળી આવે છે -(૧) શાહબાઝગઢીના અને મનશહરના શિલાલેખની એક બેલી; અને (૨) ગિરનારના શિલાલેખની બીજી બોલી. પાટલિપુત્રમાંની હુજૂર કચેરીમાંથી કેાઈ હુકમ છૂટતા હશે ત્યારે તેની નકલ દરેક પ્રાંતના સુબાને મોકલી આપવામાં આવતી હશે. પાટલિપુત્રમાં વપરાતી રાજભાષાથી જૂદી પડતી બોલી જ્યાં નહિ વપરાતી હોય ત્યાં તે એ નકલમાંને હુકમ મૂળને અનુસરીને જ કરવામાં આવતો હશે. અશોકના સ્તંભલેખે જ દાંજુદાં છ સ્થળોએ કાતરાએલા છે તે પણ તેમની ભાષા લગભગ એકસરખી જ છે, એનું કારણ આ જ હોવું જોઈએ. એ લેખવાળા થાંભલાઓ મૂળે જે સ્થળે હતા તે સ્થળો મધ્યદેશમાં જ હતાં તેથી કરીને મધ્યદેશની બેલીમાં લખાએલે જે હુકમ પાટલિપુત્રમાંથી છૂટેલે તે બનતાં સુધી મળને અનુસરીને જ કેતરાયો. પરંતુ અશોકના શિલાલેખોની બાબતમાં તેમ બન્યું નહિ. કાલશી અને ધવલી તથા યાવગઢ મધ્યદેશની અંદર કે મધ્યદેશને લાગીને આવેલ હોવાથી તે સ્થળમાંના શિલાલેખોનું લખાણ લગભગ એકસરખું જ છે, અને સ્તંભલેખે જે બેલીમાં લખાએલા છે તે જ બેલીમાં તે શિલાલેખ પણ લગભગ પૂણશે લખાએલા છે. પરંતુ શાહબાઝગઢી અને મન શહર ઉત્તરાપથમાં આવેલાં છે, અને ગિરનારને પ્રદેશ દક્ષિણાપથમાં આવેલ છે. તે સૌની પિતપોતાની બેલી હતી; અને તેથી કરીને મધ્યદેશના લખાણની નકલને બનતાં સુધી અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે તે પ્રાંતની બોલીની ખાસિયત એ લખાણમાં ઘુસી જઈ શકી છે. ઉત્તરાપથની બોલીની ખાસિયત શી હતી? દક્ષિણાપથની બેલીની ખાસિયત શી હતી? મધ્યદેશની બોલીની બધી ખાસિયત ઉક્ત બોલીઓમાં બીલકુલ જોવામાં આવતી નથી, એ જ એમ બતાવી આપે છે કે, ઉત્તરાપથની તેમ જ દક્ષિણાપથની
૧૮ કલે. ૧૯૮, પૃ.૪૪ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com