________________
૧૬૮
તેમ જ પાડાસનાં સ્વતંત્ર રાજ્યમાં તેણે બે પ્રકારની ચિકિત્સા સ્થાપી હતી –(૧) મનુષ્પચિકિત્સા; અને (૨) પશુચિકિત્સા. વળી, તે એમ પણ કહે છે કે, જ્યાં જ્યાં ઔષધિઓ તેમ જ મૂળિયાં અને ફળો ન હતાં ત્યાં ત્યાં તે સૌ લેવડાવી જઈને તેણે પિતે રોપાવ્યાં હતાં. એ શિલાલેખના આધારે આપણે એમ સમજવાનું છે કે, અશોકે મનુષ્યોને માટે દવાખાનાં સ્થાપ્યાં હતાં અને પશુઓને માટે પાંજરાપોળ સ્થાપી હતી. કદાનથી ચાલતી સંસ્થાઓ સ્થાપવાને લગતી પદ્ધતિ હિંદુસ્તાનના બીજા ભાગમાં હતી કે કેમ, એ કહેવું અઘરું છે; પણ મુંબાઈ ઈલાકામાં તો એ પદ્ધતિ અજાણી ન હતી. ઈ. સ. ના અઢારમા સૈકાની નોંધોના આધારે આપણે કહી શકીએ છીએ કે, મહારાષ્ટ્રમાં તેમ જ ગુજરાતમાં ગરીબ અને નિરાધાર લેકેને વૈદ્યકીય મદદ મત આપવાની વ્યવસ્થા રાજાઓ અને ભાયાતો ઘણુંખરૂં કરતા, અને તેના પરિણામમાં કાંઈ પણ ભાડું ન લેતાં મફત જમીનનું કે ગામનું દાન વૈદ્યને કરવામાં આવતું. વળી એવા પ્રકારની જમીનના ટુકડામાં ઔષધિઓ ઊગાડવી, એવું લખાણ કેટલાંક તામ્રપત્રોમાં ખાસ જોવામાં આવે છે. ૧ પાંજરાપોળ તે આજે પણ હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં જોવામાં આવે છે. અઢારમા સૈકાના છેવટના ભાગમાં સુરતમાં જે પાંજરાપિળ ચાલતી હતી તેને ઉલ્લેખ હેમિલ્ટન સાહેબે કલે છે. જે ગમે તે જ્ઞાતિના કે જાતિના ધણીનાં જે ઢેરેના અવયવ ભાંગી ગયા હોય (એટલે કે, જે ઢોર અપંગ થયાં હોય) તે ઢેરેને આવી પાંજરા
૧. * સીલેકશન્સ ભ ધી સાતારા રાજા અડધી પેશ્વાઝ ડાયરી” (સાતારાના રાજાઓની અને પેશ્વાઓની નિત્યનેધમાંથી ચૂંટી કાઢેલી નેધો), પૃ. ૮, પૃ. ૨૨૧-૨૨૩; એસ. એચ. હેડીવાળાકૃત “સ્ટડીઝ ઈન પારસી હિસ્ટરી” (પારસીઓના ઈતિહાસને અભ્યાસ), પૃ. ૧૮૬-૧૮૮
૨. હેમિલ્ટનત “ડીસ્ક્રિપ્શન એફ હિંદોસ્તાન” (હિંદુસ્તાનનું વર્ણન) (૧૯૨૦), પુ. ૧, પૃ. ૭૧૮, ચોથી આવૃત્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com