________________
૧૬૭
વગ હતા. અશાકની ધ`લિપિએમાં એક પશુ સ્થળે ક્ષત્રિયાના ઉલ્લેખ થએલા નથી, એ જરા નવાભર્યું લાગશે. પરંતુ આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે, વૈશ્યાની માક ક્ષત્રિયા પણ ચેાધવ તરીકે હયાતી ધરાવતા ન હતા. એ પ્રાચીન સમયમાં રાજવના લેાકાને જ ક્ષત્રિયા ગણવામાં આવતા હતા; અને અશાકના પેાતાના સમયમાં તેનાં પેાતાનાં સગાંસબધીઓના તેમ જ તેના ખડિયા રાજાઓનેા અને દક્ષિણ-હિંદુસ્તાનમાંના અંતાને (સરહદી પ્રાંતાના રાનના ) સમાવેશ એ ક્ષત્રિયાના રાજવમાં થતા હતા. એમના ઉલ્લેખ તા અશાકે પોતાની ધ લિપિમાં કરેલા છે, એ આપણે જોયું છે. ક્ષત્રિયા(યાધવ)ની માફક શૂદ્રો પણ માત્ર સિદ્ધાંતવિષયક ચર્ચામાં જ દેખા દેતા હતા. જ્ઞાતિ કે વિશિષ્ટ વર્ગ તરીકે તેમની જરા પણુ હયાતી ન હતી. અશાકના સમયમાં સમાજના હલકા વર્ગો ‘ભૂતકા’(વેઠે પકડાતા મજુરા) અને ‘દાસા’ (ગુલામેા) તરીકે ઓળખાતા હતા. એમની સાથે દયાભાવથી વવાની આજ્ઞા અશેકે કરેલી છે. જે નીતિવિષયક ફરજો તેણે ધર્મ” તરીકે ગણાવી છે તે નીતિવિષયક ફરજોમાં એ બાબતને પણ સમાવેશ તેણે કરેલા છે. આજે વર્ણાશ્રમપદ્ધતિના જેવા
ઞ આપણે સમજીએ છીએ તેને અ જે સમયમાં સમજવામાં આવતા ન હતા તે સમયના સમાજબંધારણમાં ‘ભૃતા' અને ‘દાસાના ખાસ જૂદા વર્ગ ગણાતા હતા. આજે આપણા દેશમાં ગુલામાની હયાતી રહી નથી. વેઠે પકડાતા મજુરા તા. હજી હયાત છે; પણ વિવિધ જ્ઞાતિએના લેાકેાને મજુર તરીકે વેઠે પકડવામાં આવે છે. હાલના સમાજબંધારણનું ખાસ લક્ષણ ‘વર્ષાં’ નથી પણ ‘જ્ઞાતિઓ’ છે.
અશાકના સમયના આપણા દેશના સમાજજીવનને લગતી બીજી એક ખામતના ઇશારા તેના બીજા મુખ્ય શિલાલેખમાં કરવામાં આવેલા છે. તેમાં તે કહે છે કે, તેના પોતાના સામ્રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com