________________
૧૭
દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેવોને લાડકો પ્રિયદર્શી રાજા પિતાના રાજ્યાભિષેકને દસ વર્ષ વીત્યાં ત્યારે સંબોધિતબધિવૃક્ષ)ની કને ગયે. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ), અહીં આ થાય છે –બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓનાં દર્શન અને તેમને દાન, વૃદ્ધ લોકોનાં દર્શન અને તેમને સોનાનાં દાન અને પ્રાંતના લોકોનાં દર્શન અને તેમને ધર્મોપદેશ તથા તેમની સાથે ધર્મની ચર્ચા.”
અહીં અશોક આપણને એમ કહે છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષ સુધી તો તે પિતે પણ પહેલાંના રાજાઓની માફક નિવૃત્તિ મેળવવાના હેતુથી વિહારયાત્રા કરવા જતો, અને ત્યાં તે શિકાર કરતાં તેમ જ બીજા આતંત્સવ ઉજવતો. એ વર્ષમાં તેણે “વિહારયાત્રા” ના વિચારને સદાને માટે પાચું આપ્યું, અને તેના બદલામાં “ધર્મયાત્રાની શરૂઆત તેણે કરી દીધી. એ કાળથી તેને એ જાતની યાત્રામાં જ નિવૃત્તિ મળવા લાગી. ધર્મયાત્રાના પરિણામમાં ધર્મપ્રચાર પણ તે કરી શકે. બ્રાહ્મણુજાતિના અને શ્રમણુજાતિના સાધુઓનાં દર્શન કરીને અને તેમને દાન આપીને તે પિતામાં જ ધર્મને વિકાસ કરવા લાગે. ઉક્ત ધર્મયાત્રાઓના પ્રસંગે તેણે દરેક પંથના ધર્મનું શ્રવણું અને અધ્યયન કર્યું હશે અને તેનાં વિશેષ તત્ત્વોનું ગ્રહણ કરી લીધું હશે, અને એ રીતે તે બહુશ્રુત થયો હશે : એમ કહી શકાય છે. લોકોને અંગત પરિચય સાધીને તેમ જ તેમને ધર્મને ઉપદેશ કરીને અને તેમના ધર્મવિકાસની બાબતમાં તેમની સાથે ચર્ચા કરીને તેણે તેમનામાં ધર્મને પ્રચાર કર્યો. આપણે ટૂંકમાં કહીએ તો, અશોક
ખરેખર ધર્મોપદેશક બની ગયો. પરંતુ આમ કયારે અને કેવી રીતે બન્યું? પિતાના રાજકાળના દસમા વર્ષમાં તેણે બોધિવૃક્ષની મુલાકાત લીધી ત્યારથી તે ખરેખર ધર્મોપદેશક બની ગયો. તેણે
બોધિવૃક્ષની મુલાકાત લીધી, એ જ તેની પહેલવહેલી ધર્મયાત્રા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com