________________
૧૦૪
ભેદભાવ વધારે જોર માર હતો, એ નક્કી કરવાનું બની શકે તેમ છે; કારણ કે, (અશોકે પોતે જ કહ્યું છે તેમ) જૂદા જૂદા પાખંડમાં સહાનુભૂતિ અને એક જાગૃત કરવાનું કામ ધર્મમહામાત્રોને તથા અધ્યક્ષમહામાત્રને અને વચભૂમિકાને સોંપવામાં આવ્યું હતું. આપણે એટલું તે જાણીએ છીએ કે, ધર્મમહામાત્રોને સર્વ પાખંડના લેકાના ઉપર –ખાસ કરીને આછવકેના તથા નિથાના અને બૌદ્ધ લોકેના ઉપર- નીમવામાં આવ્યા હતા. એ અધિકારીઓને ઉક્ત આશય સાધવાને હુકમ થએલે હતો તેથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશકના વખતમાં એ ત્રણે પ્રકારના પાખંડના લેકમાં મતભેદ અને વિખવાદ ઉપસ્થિત થતા હોવા જોઈએ. યધ્યક્ષમહામાત્રોને સ્ત્રીઓનું હિતસુખ સાધવાનું કામ સોંપવામાં આવેલું હતું. તેમને પણ ઉક્ત આશય સાધવાનો હુકમ થયો હતો તેથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશોકના સમયમાં સ્ત્રીઓ પણ પિતાના પાખંડની પ્રત્યે પ્રીતિ અને પારકાના પાખંડની પ્રત્યે અસહિષ્ણુતા દાખવતી હોવી જોઈએ. વચભૂમિની અને તેમની ફરજોની ઓળખાણ હજી સુધી આપણને મળી શકી નથી, એ ખરેખર દિલગીરીની વાત છે. પરંતુ અહીં એટલું તો બરાબર સ્પષ્ટ થયું કે, અશોકના કાળમાં બધા મુખ્ય પાષના લેક ધર્મઝનુનના પરિણામમાં પિતાના પાખંડને વખાણુતા અને પારકાના પાખંડને વખોડતા, અને સ્ત્રીઓ પોતે સ્વભાવે વધુ ધર્મપરાયણ હેવા છતાં પણ આ પ્રકારની વૃત્તિથી વિમુખ રહેતી ન હતી. આનો અર્થ એ થયો કે, અશોક જીવતો હતો અને પિતાને ઉપદેશ કરતા હતા ત્યારે ધર્મઝનુન અને કેમી જુસ્સો પૂર બહારમાં હતાં. જે કાળે લેકે પિતાના ધર્મનાં આવશ્યક તેના ઉપર પોતાનું મન ન ચોંટાડતાં અનાવશ્યક તેના ઉપર પોતાનું મન ચુંટાડે તે કાળે ધર્મનાં આવશ્યક અને અનાવશ્યક તરોની વચ્ચે રહેલા ભેદ દુનિયાને દેખાડી આપે તેવા દૂરદશી અને ધર્મબળવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com