________________
મા સ્ત્રીઓના ધર્મા.
૬૧
જે ગૃહરાજ્ઞીને જે પ્રસંગે જે ધર્મ બજાવવાના હોય તે પ્રસ ંગે જો તે, તે વિષયનાં ઉંડાણમાં ઉતરે તે તેમાંથી ઘણું। અનુલવ મેળવી શકાય એ સ્વત:સિદ્ધ છે.
ઉપર ગણાવેલા જૂદા જૂદા ધર્મનું સ્વરૂપ કેવુ છે અને તે કેવી રીતે બજાવવા એ વિષે વધુ વિસ્તારથી હકીકત લખવા એસાય તા એક માટેા ગ્રંથ લખાય તેમ છે, તેથી આવા વિસ્તાર અહિં અપ્રાસંગિક ગણીને કરવા ઉચિત ધાર્યા નથી.
આ વાત એક ગૃહરાજ્ઞી કે ગૃહપતિએ ખાત્રીપૂર્વક સમજી રાખવા જેવી છે કે, પાતે જ્યાં સુધી પાતપેાતાના ધર્મના પાયા ઉપર ઉભા છે ત્યાં સુધી તેઓ સાચા પુરૂષસ્ત્રી છે—મનુષ્ય છે. પણ જે સમયે એ ધર્માથી ભ્રષ્ટ થયા તે સમયે તેએમાંનુ કાઈ એકનુ મૂલ્ય એક બદામ જેટલું પણ આંકી શકાય નહિ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યુ` છે કે: स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः અર્થાત્—પાતાના ધર્મ બજાવતાં મૃત્યુ આવે એ શ્રેયસ્કર છે. પણ ધર્મભ્રષ્ટ થવું એ તા ભયંકરજ છે.
-
ધર્માને અનુકૂળ થનાર સ્ત્રી હા કે પુરૂષ હે, પણ તેમનુ કદિ પણ અકલ્યાણ સંભવે નહિ, કારણ કે ધર્મ પાતે એવી વસ્તુ છે કે, સ્ત્રી હા કે પુરૂષ હા, બાળક હા કે ખાલિકા હા તે કાઇને પણ પારણુ કરી રાખે છે-ટકાવી રાખે છે અને તેમને પડવા ન દેવા એજ ધર્મનું કવ્ય છે. આ ઉપરથીજ ધર્મને શાસ્ત્રકારોએ એક રક્ષક તરીકે, એક મિત્ર તરીકે મને એક બંધુ તરીકે ગણાવ્યેા છે. ધર્મનું ઉપર મુજબ સ્વરૂપ ડાવાથી તેને અનુકૂળવતી ચાલવાથી જીવન અને સર્વસ્વનુ રક્ષણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com