________________
धर्मानुकूला.
ગૃહરાજ્યના જે ધર્મો છે, યા તે ગૃહરાજ્ય પ્રતિના જ કર્તવ્ય છે તેને એક ગૃહરાજ્ઞીએ અનુકૂળ થવાની જરૂરીયાત વિષેનું આ પ્રકરણ છે.
પ્રધાનપણે ગૃહરાજ્યનું તંત્ર ગૃહરાજ્ઞીના હાથમાં મૂકવામાં આવ્યું હોવાથી આ ગૃહરાજ્યના ધર્મો તરફ લક્ષ આપવાનું પ્રધાનકર્તવ્ય પણ ગૃહરાજ્ઞીનું જ લેખાશે; છતાં ગૃહપતિ સાથે ઘટતી મંત્રણું ધારે ત્યારે જરૂર કરી શકે છે.
ગૃહરાજ્ઞીએ જે ધર્મો બનાવવાના છે, તેના અનેક પ્રકારે છે. તેમાંના કેટલાક વ્યક્તિગત હોય છે અને કેટલાક સામાજિક પણ હોય છે. એકંદર શારીરિક, માનસિક, નૈતિક, ધાર્મિક, વ્યવહારિક આર્થિક અને કૌટુંબિક જે જે ધમે છે તેને પણ પ્રસંગ આવ્યું વિચાર કરી ગ્ય અમલ કરવાનું હોય છે. ઉપરના ધર્મોતરફ ઉપેક્ષા વૃત્તિ લગારે ન બતાવતાં તેમને અનુકૂળજ થવાનું હોય છે. આ ધર્મો તરફ સહજ પણ પ્રતિકૂળતા બતાવવામાં આવે તે તેની સીધી અને આડકતરી અસર ગૃહરાજ્ય સુધી અવશ્ય પહોંચે છે.
ઉપરના વિવિધ ધર્મોનું જ્ઞાન કંઈ થોડા દિવસમાં કે થેડી રાત્રિમાં મળી જતું નથી, પણ તે મેળવવાને મહીનાઓ અને વર્ષો લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com