________________
क्षमया धरित्री.
ગૃહરાજ્ય ઉત્તમરીતે ચલાવનાર મનુષ્ય ક્ષમાનો ગુણ કેળવ અતિ જરૂર છે. કારણ કે એક ગૃહમાં ઘણા મનુષ્યો હોય છે. તેમને પરસ્પર થતી અથડામણ અટકાવવામાં “ ક્ષમા ' ગુણ જે કાર્યસાધક નીવડે છે તે બીજે ભાગ્યેજ કેઈ હશે. ગૃહરાજ્યમાં “મા” ગુણ યોગ્ય રીતે નહિ કેળવેલો હોવાથી જ સેંકડો ગ્રહ પાયમાલ થયાના દાખલાઓ છે.
ગૃહરાજ્ય ચલાવવામાં આ ગુણ બેશક, મદદગાર થાય છે ખરે; પરંતુ તેને અર્થ એ તે નજ થઈ શકે કે ગૃહરાજ્યની મુખ્ય અધિષ્ઠાત્રી ધર્મપત્નીએ અગ્ય પ્રસંગે પણ ક્ષમા ગુણ બતાવ. જ્યારે પોતાની ઉપર કે કુટુંબના આશ્રિત જનની ઉપર ગુન્હા વગર પણ અન્યાય થતા હોય ત્યારે તે ક્ષમાને દૂર કરી તેને યોગ્ય પ્રતિકાર કરે ઘટે છે. કારણ કે અમેગ્ય રીતે થતા અત્યાચાર નબળાઈ બતાવી ખમી લેવા એ મનુષ્યને તે લાંછનરૂપ જ છે.
ક્ષમા ગુણ પિતાનાં સ્થાનમાં ઉચ્ચ દરજજો ધરાવે છે તેથી તે વિષે શિષ્ટ પુરૂષાએ કહ્યું છે કે –
चमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com