________________
પર
કાર્યેષુ મંત્રી.
સીધી રીતે ગૃહરાજ્યમાં તેને હાથ રહેતું નથી. અલબત, સ્ત્રી અને પુરૂષ પરસ્પર ગૃહરાજ્યનાં કાર્યોની યેગ્ય રીતે મંત્રણા ચલાવે છે ખરા, પણ તેને પ્રધાનપણે અમલ તે સ્ત્રીથીજ થાય છે. પુરૂષને હાથ જ્યારે પ્રધાનપણે ધન ઉપાર્જન કરવામાં જ હોય છે, ત્યારે સ્ત્રીને હાથ મુખ્યત્વે મેળવેલા ધનને ગૃહરાજ્યમાં ગ્ય ઉપયોગ કરવામાં હેય છે.
ઉપર પ્રમાણે પુરૂષ અને સ્ત્રીનાં મુખ્ય કાર્યો જૂદા જૂદાં છે. તેથી જ્યાં સુધી તેઓ પોતાનાં ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રોમાં માથું મારતા નથી, ત્યાં સુધી તે તેને કારોબાર ઉત્તમ પ્રકારે થયા કરે છે. પણ સ્ત્રી અને પુરૂષ જે એકમેકનાં પ્રધાનકાર્યો ચૂકી જાય તે ગૃહરાજ્ય ચલાવવામાં જરૂર અંધાધૂંધી થઈ રહે. પુરૂષ જે ધન કમાઈ લાવે તેને વિચારપૂર્વક ઉપયોગ સ્ત્રીએ કરવું જોઇએ. વાતવાતમાં ગૃહકાર્યમાં સ્ત્રીએ પુરૂષનું ધ્યાન ખેંચવાની જરૂર નથી; પણ એક રાજ્યમંત્રી જેમ પોતાનાં કાર્યો એગ્ય રીતે સંભાળી લે છે તેમ ગૃહરાજ્યનાં સર્વ કાર્યો સ્ત્રીએ સંભાળી લેવા જોઈએ. આ સ્થળે ગૃહરાજ્યનાં કાર્યો ગણવવાની જરૂર નથી, કારણ કે જૂદા જૂદાપુરૂની આવક વધુ ઓછા પ્રમાણમાં હોય છે તેથી તેને ઉપયોગ પણ તે મુજબ જ કરવાનો હોય છે.
સંક્ષેપમાં કહીએ તે ગૃહરાજ્યનાં કાર્યોને ભાર મુખ્યત્વે બીજાં કાર્યો માટેજ રોકાયેલા પુરૂષ ઉપર નહિ લાદતાં ગૃહરાણી એ જ ઉચકી લે એગ્ય છે-કાર્ય વિભાગની વહેંચણીની નજરે જેતાં પણ એજ ન્યાયયુક્ત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com