________________
ધર્મપત્ની.
-૭
कार्येषु मंत्री
ગૃહરાજ્યમાં પુરૂષ અને સ્ત્રીને દરજને વાસ્તવિક રીતે રાજા અને રાણી તરીકે ગણી શકાય. જેમ રાજ્ય સંભાળનારે અનેક બાબતે વિષે કાળજી રાખવાની છે તેમ ગૃહરાજ્ય સંભાળનારે પણ તે રાખવાની હોય છે.
ગૃહરાજ્યનો કારોબાર વ્યવસ્થાપૂર્વક ચાલે–તેમાં અંધાધુંધી ન ચાલવા પામે તે માટે પુરૂને દરજજે એક રાજા જે હેવા છતાં ગૃહરાજ્યની ખરી અધિષ્ઠાત્રી કે રાણી તે સ્ત્રી જ હોઈ શકે છે. | ગૃહરાજ્યનાં કાર્યો વિધવિધ હોય છે. તેમાંનું કયું પહેલું કરવું અને કયું પછી કરવું એ સર્વની મંત્રણા કરવાનું મુખ્ય કાર્ય ગૃહરાણી ગણાતી સ્ત્રીનું જ છે. જેવી રીતે એક મંત્રી રાજ્યનું તંત્ર ચલાવવાની જવાબદારી માથે ઉઠાવે છે, તેવી જ રીતે ગૃહરાજ્યનાં તંત્રની જવાબદારી મુખ્ય સ્ત્રી ઉપરજ રહેલી છે. પુરૂષ તે ગૃહરાજ્યને નિભાવ કરવા માટે મુખ્યત્વે ધન ઉપાર્જન કરવાનાં કાર્યમાં મલ રહે છે-વ્યાપાર કે નેકરી વડે ધન મેળવવામાં તેને મનોવ્યાપાર ચાલી રહ્યા હોય છે. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com