________________
મંદવાડ પ્રસંગ.
મંદવાડપ્રસંગ.
મારિકાએ સ્મરણમાં રાખવું જોઈએ કે ઘરમાં કઈ માંદુ હોય તે દર્દીની શાંતિ ભંગ થવા ન પામે તેમજ દહીંનાં
મનપર ખરાબ અસર પણ થવા પામે નહિ. ૨ મંદવાડ પ્રસંગે દવા આપવાને નીમેલે વખતે દવા સંભાળ
પૂર્વકજ આપવી જોઈએ, જે તેમાં ગફલત થાય તે કઈ વખત પરિણામ ભયંકર થઈ પડે છે, માટે તે વિષે બરાબર
લક્ષ રાખવું. ૩ દદીને જોવા માટે કોઈ આવે ત્યારે તેના ઓરડામાં જઈ
ગંભીરતા ધારણ કરીને એકમેકના કાનમાં કદાચ સારી વાત પણ કરવામાં આવતી હોય તે પણ દદી પર તે તેની ખરાબ અસર થવા પામે છે, માટે તેવી વાત દદીના ઓરડામાં કરવી
ન જોઈએ. ૪ દદીનું બીછાનું દરરોજ સાફ રહેવું જોઈએ, એછાડ,
ચાદર વગેરે દરરોજ બદલવાં જોઈએ, દદીનું દર્દ દૂર કરવામાં તેવી સ્વચ્છતા પણ કેટલેક અંશે મદદ કરી શકે છે એ
ધ્યાનમાં રાખવું. દદીની આસપાસનું વાતાવરણ જે શાંતિમય હોય તે તેથી જ કેટલાંક દર્દ તે દૂર થઈ જાય છે માટે તેવું વાતાવરણ જાળવવાનું ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com