________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
ખર્ચ-ખૂટણ,
કુમારિકાએ ખાસ લક્ષમાં રાખવા જેવી બિનાએક એ છે કે તેણે પોતાની સ્થિતિ અનુસારે જ ખર્ચ કર, ઘરની સ્થિતિ જોયા વિના ખર્ચ કર્યો જવાથી દુઃખી થવાય એટલું જ નહિ
પણ કો ખરાબ મત બાંધશે. ૨ અન્ય કુમારિકાઓનાં ઉંચા કપડાં લત્તાં કે ઘરેણું જોઈને
તેવાં કપડાં લત્તા માટે કે ઘરેણાં માટે કદિ પણ તમારા માતા પિતા પાસે હઠ કરશે નહિ, સાદાં વસ્ત્રો પહેરી ઉંચા વિચારો
કરી વર્તવામાં જ તમારી ખરી શોભા રહેલી છે. ૩ જે તે વસ્તુ ખરીદ કરી, ઘરમાં ભરી નાહક પૈસાની બરબાદી
કરાવશો નહિ, વસ્તુની જરૂરીયાત અને ઉપયોગિતા લક્ષમાં લીધા પછી જ ખરીદ કરવાનું ધોરણ રાખવું જોઈએ. કોઈ પણ જાતને ખર્ચ કરતી વખતે એ જરૂર જેવું કે અમૂક વસ્તુની ખરેખરી અગત્ય છે કે નહિ ? તેમજ તે વિના ચલાવી લઈ શકાય તેમ છે કે નહિ ? તે વિચાર્યા પછી જ જરૂર હોય અને તે વિના ચલાવી શકાય તેમ ન હોય તે
ખર્ચ કરો. ૫ એ વાત બહુ લક્ષમાં રાખવા જેવી છે કે આવકને વિવેક
પૂર્વક વ્યય કરવાથી અને કરાવવાથી જ આખું જીવન સુખમય પસાર થાય છે.
––હર : --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com