________________
લખતી વખતે.
-
~~• ••••••
લખતી વખતે.
કુમારિકાએ લખતી વખતે જે બાબત ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે તેને કોઈને કોઈ પ્રસંગે કંઇને કંઇ જરૂર લખવાનું હોય છે. માટે તેણે તે માટે કેટલીક સાવધાનતાઓ રાખવી ઘટે છે.
જ્યારે કૅપબુક લખતા હો ત્યારે કાઠું અથવા હલ્ડર એવી રીતે પકડવું કે જેથી હાથનાં આંગળાં જરા પણ શાહીથી ખરડાવાં ન જોઈએ, વળી કપડાં વગેરેને ડાઘ ન
લાગવા પામે તે માટે ધ્યાન રાખવું જોઈએ. ૩. જ્યારે તમે કાપીબુક કે કાગળ લખતા હે ત્યારે વચ્ચે વચ્ચે કોઈ સાથે વાત કરશે નહિ, તેમ કરવાથી વિચાર અને લેખનની એકાગ્રતા સચવાવા પામતી નથી અને
પરિણામે કામ સારૂં થતું નથી. ૪. તમારી માં, ચેપડીઓમાં, કૅપબુકમાં કે રજીસ્ટરમાં
લગાર પણ ડાઘ ન પડે તે માટે પૂરી કાળજી રાખશે, જે બેદરકાર રહેશે તો જરૂર બગડશે અને તે જોઈ તમારૂં મન નારાજ થશે.
જ્યારે કંઈ પણ લખવું હોય ત્યારે લખતાં પહેલાં ઓછામાં ઓછું બે ત્રણ કે તેથી વધુ વખત વિચાર કરો અને ત્યારપછીજ લખવું શરૂ કરવું. તેમ કરવાથી લખાણ સંદર બને છે અને લખ્યા પછી એકાદ વખત અવશ્ય વાંચી જશો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com