________________
આર્ય રમીઓના ધર્મો.
૨૫
વિદ્યાલય,
કુમારિકાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે વિદ્યાલયમાં કે પાઠશાળામાં ગયેલ હોય ત્યારે તેણે શાળાના નાના મોટા દરેક નિયમને માન આપી વર્તવાનું ભૂલવું જોઈએ નહિ. અભ્યાસ કરવાના સર્વ સાધને જેવાં કે સ્લેટ, પેન, દફતર, ચપટી વગેરે સર્વ સાહિત્ય સ્વચ્છ રાખવાં જોઈએ, જે પી એમાં લીટા કરી ડાઘા પાડવા જોઈએ નહિ, તેમ સ્લેટ સાફ
કરવા માટે પાણીનાં પિતાની ડાબલી પણ રાખવી જોઈએ. ૩. શાળામાં શિક્ષિકા તમને કંઈ સમજાવે–શીખવે છતાં તમે
સમજી કે શીખી શક્યા ન હ તે વિનયથી તમારે જરૂર તેમને પૂછીને સમજી લેવું કે શીખી લેવું, તમે જેટલા બે
રકાર રહેશો તેટલો લાભ ગુમાવશે. ૪. શાળાને અભ્યાસ પૂરો ક્યાં પછીજ શાળા છોડવી, અધુરા
અભ્યાસે શાળા કદિ પણ છોડવી સલાહભર્યું નથી. એ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે કાચું ફળ કદિ પણ મીઠાશ
આપતું નથી. ૫ બપોરની છઠ્ઠીની વેળાએ શાળા બહાર ખાવાનું વેચાતું
હોય છે તે કદિ ખરીદવું નહિ, કારણ કે તે ઘણે ભાગે હલકું હવાથી ઘરનું નુકશાન કરે છે, જે ખાવાની જરૂર હોય તે કઈ વસ્તુ પરથીજ લઈ જવી એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com