________________
તીર્થયાત્રા.
www
~-
~
~
-~
તીર્થયાત્રા.
મારિકાને યાત્રા કરવાને પ્રસંગ આવે ત્યારે કેટલાંક વાંચવા માટે ઉત્તમ પુસ્તક અને કેરી નોટબુકે જરૂર સાથે રાખવાં કે, જેથી તેમાં પ્રસંગે પ્રસંગે મળતે અનુભવ તુરત ટપકાવી લેવાય.
૨. જે સ્થળને તમે યાત્રા કરી હોય, કિંવા મુલાકાત લીધી
હોય તે સ્થળની જરૂરની બાબતની તરત નેધ કરી લેવી, જેથી ભવિષ્યમાં તમને તેમજ બીજાને તે ઉપયોગી
થઈ પડે. ૩. યાત્રાના પ્રસંગમાં તમે કંઈ વિશેષ અનુભવ્યું હોય અને
તમને લખવાને મહાવરે હોય તે તે સરળ ભાષામાં લખી કે માસિક કે વર્તમાન પત્રમાં પ્રકટ થવા મેકલી આપ
વાથી તે વિશેષ ઉપયોગી થશે. ૪. યાત્રા કરી ઘેર આવ્યા પછી કેટલાકને એ અનુભવ થાય
છે કે જાણે “નવું બળ અને નવું ચેતન મેળવી આવ્યા
છીએ.” આ લગભગ ખરે અનુભવ છે. ૫. યાત્રાના પ્રસંગમાં કદાચ તમને જરાતરા અગવડ કે ત્રાસ
વેઠવું પડતું હોય તો તેથી કંટાળવું નહિ જોઈએ, અગવડ સહન કર્યા વગરજ સર્વત્ર સગવડ જ મળતી હોય એમ બનતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com