________________
૨૦
નિત્યકર્મ. નિત્યકર્મ.
કુમારિકાએ પોતાનાં ધાર્મિક કાર્યો ભાવપૂર્વકજ કરવાં જોઈએ, ભાવ વગર કરેલાં કાર્યોમાં સફળતા સંભવતી નથી, વળી તે કાર્યો વિધિ પૂર્વકજ કરવાં જોઈએ, તેમ કર
વાથી તેની સિદ્ધિ સહજ રીતે થાય છે. ૨. તમે ગમે તે ધર્મ પાળતા હો તેની કશી હરકત નથી,
પરંતુ તમારા ધર્મમાં બતાવેલાં નિત્યકર્મો વિવેકપૂર્વક અને ઉમળકાથી કરવાં જોઈએ, તેમ કરવાથી જ તે ફળ
આપનાર થાય છે. ૩. જે તમે “જૈન” હે તો તમારે પ્રભાતમાં દેવદર્શન કરવાં
નિયમ પૂર્વક જવું જોઈએ, સવારે કે બપોરે સામાયિક લઈ કંઈ નવું શીખવું જોઈએ, અગર વાંચવું જોઈએ કે જેથી વિચારોની નિર્મળતા થવા પામે. જો તમે શવ” કે “વૈષ્ણવ” છે તે તમારે ઈશ્વરસ્તુતિ વગેરે કરવાં જોઈએ. કદાચ આ સિવાય તમે અન્ય ધર્મના
હે તે પણ તમારા નિત્યનિયમે કદિ ચૂકવા જોઈએ નહિ. ૫. એ જરૂર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આપણું નિત્યકર્મને ઉદ્દેશ ખાસ જુદો હતાજ નથી, પરંતુ માનવજીવન કેમ સુધરે અને તેને વિકાસ થઈ તે કેમ સફળ થાય એજ ઉદ્દેશ તેમાં રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com