________________
આ સ્ત્રીઓના ધર્મો.
પ્રભુપ્રાથૅના.
૧૭
ફુમારિકાએ પ્રભાતમાં વહેલાં ઉઠીને પોતાના કુળક્રમથી ચાલ્યા આવતા ધર્મના જે દેવ અને ગુરૂ દ્વાય તેમની પ્રાર્થના સમજ પૂર્વક કરવી જોઈએ અને તેમના ઉંચા સદ્ગુણાનુ ચિંતવન કરવુ જોઇએ.
૨ પ્રભાતમાં ઉઠ્યા પછી અને કામે લાગતા પહેલાં ચાડા વખત પશુ પ્રાર્થના અથવા પ્રભુનાં ગુણગાન કરવાથી આખા દિવસ આન ંદમાં પસાર થાય છે, અને અંતરમાં સારા વિચારાજ પ્રકટે છે.
૩ પ્રભાતમાં જ પ્રભુપ્રાર્થના કરવાથી કે સારા વિચારે મનમાં લાવવાથી દિવસમાં જરા પણ ખરાબ સંગ લાગતા નથી અથવા પૂર્વના તેવા સંગ હાય તા તે દૂર થાય છે.
૪ પ્રભાતમાં પાણી ગળતાં, વાસીદુ વાળતાં, કે કળશા ઉટકતાં પણ પ્રભુપ્રાથૅનાનાં પદો કે સ્તુતિના ઉદ્ગારા નીકળતા રહે તે તે પણ તન મન તેમજ હ્રદય પર ઉંડી અસર કરે છે.
આખા દિવસ દરમ્યાન એકવાર દેવમંદિરમાં, હવેલીમ કે ધર્મસ્થાનમાં જઇ દેવદર્શન કરી આવવાથી મન પ્રફુલ રહે છે, ચિત્તમાં શાંતિ પ્રકટે છે અને ઉંચા ભાવ પેદા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com