________________
વસ્ત્ર શુદ્ધિ. વઅશુદ્ધિ
કુમારિકાએ પિતાને પિશાક એટલે પહેરવાનાં વસ્ત્રો જેવાં કે, ઓઢણી, ઘાઘરી, પોલકું વગેરે સ્વચ્છ રાખવાં જોઈએ, તે અતિ બારીક હોવાં જોઈએ નહિ, તેમ અતિ જાડાં પણ હાવાં જોઈએ નહિ, પરંતુ મધ્યમસરનાં પહેરવાથી
મર્યાદા જળવાય છે. - - - ૨ પહેરવાનાં વસ્ત્રો મેલાં ન થાય તે માટે તેમને ઘરની ખીંટી
પર ટાંગવાં કે ઉંચી જગાએજ મૃકવાં, જ્યાં ત્યાં ફેંકી દેવાથી કપડાનું આયુષ્ય ઓછું થાય છે અને પૈસાની બરબાદી થાય છે. દિવસમાં કપડાં ઓછામાં ઓછા એક વાર તે જરૂર બદલવાં જોઈએ, અને તે સ્નાન કર્યા પછી જ બદલવાં ઘટે, તેમ
કરવાથી પવિત્રતાનું ભાન થવા સાથે શરીર નિરોગી રહે છે. ૪ કપડાં અતિ કિંમતી કે ઉંચામાં ઉંચા જ પહેરવાની કશી
જરૂર નથી, પણ તે પોતાની સ્થિતિ પ્રમાણે–આવકને અનુસારે હંમેશા સાદાં, સ્વચ્છ અને સ્વદેશી પહેરવાં તરફજ વલણ રાખવું. ૫. એ વાત જરૂર યાદ રાખવા જેવી છે કે તમે વચને
જાળવશે તે વસ્ત્ર તમને જરૂર જાળવશે.” આમ હોવાથી 'સંભાળથી તેને ઉપયોગ કરવાનું ધ્યાનમાં રાખો.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com