________________
- = શ્રી મહાવીર કહેતા હવા =સચિત્ર બીજી આવૃત્તિ, સન ૧૯૩૩ : મૂલ્ય-પાંચ આના.
સાંજ વર્તમાન –આ પુસ્તક બાર વર્ષ પહેલાં પ્રગટ થયેલું છતાં તેની આ બીજી આવૃત્તિ હજી પણ તેટલાજ રસથી વાંચી શકાય તેવી છે. એ વીસમી સદીના હિંદ માટે નૂતન રાષ્ટ્રિય ગીતા અને શક્તિશાળી વ્યક્તિત્વ ઘડનારી નીતિની એક નૂતન ભાવનાનું પુસ્તક છે.
આ ચોપડીમાં મહાવીર, શત્રુંજય વગેરે જેન ધર્માનુયાયીઓના માનીતાં નામે લેખકે પિતાની કલાના સાધન તરીકે વાપર્યા છે અને મહાવીરના શ્રી મુખેથી શક્તિના ફુવારા છુટતા હોય તેવાં વા ખરેખર કમાલ છે. મરહુમ ભાઈ વાડીલાલની કલમનું જેમ તાતી તલવારના પાણીની માફક આમાં ચમકારા મારી રહ્યું છે. આવતી કાલના શકિતશાળી ભારતવાસીઓ બનાવવામાં આ પુસ્તક જરૂર સુંદર ફાળો આપી શકશે.
તા. ૧૩-૪-૧૯૩૫ પુસ્તકાયલ –પુસ્તક ઘણું સારી અને ભાવવાહી શૈલીમાં લખાયું છે. લેખકનું ધાર્મિક જ્ઞાન ઘણું ઉત્તમ પ્રકારનું જણાય છે.
બ્રહ્મ સત્ય જગત્મિકથા' એ સૂત્ર આખા પુસ્તકમાં પ્રસરી રહ્યું છે. આધ્યાત્મિક ભાવ બતાવનારાં ત્રણ ચિત્ર પુસ્તકની શેભામાં વધારો કરે છે. મુમુક્ષુઓને આ પુસ્તક જરૂર ખરીદવા ભલામણ છે. પુસ્તકાલયે પણ વસાવવા જેવું છે. --એપ્રીલ, ૧૯૩૩
સાહિત્યનિર્દોષ બાળક થયા વિના–થવા પહેલાં કોઈને ઉદ્ધાર નથી, અને બાળક એટલે શું એ સમજાવતાં સમજાવતાં લેખકે પિતાની ફીલસુફી રચી છે. બેટી બીક કે બેટી અહિંસા એ બેનું તેલ એમણે કાઢયું છે. આ નાનીસી ફીલસુફીને પૂરી ઘટાવવા કે બહલાવવા એ રહ્યા નહિ એટલી આપણી દીલગીરી. લખનારની શૈલી અસરકારક, ધારાબંધ, વેગવતી અને જોરદાર છે. એનું બળ અસીમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com