________________
સદ્દગત શ્રી વી. એ. શાહનું છેલ્લામાં છેટલું પુસ્તક -= આર્ય ધર્મ -
– અથવા – વીસમી સદીના આર્ય અને આર્યા ઘડનાર સંસ્કાર ત્રીજી આવૃત્તિ, સન ૧૯૩૫ : મૂલ્ય-પાંચ આના.
(૧) દિ. બ. કણલાલ મેહનલાલ ઝવેરી ઝ. A. M. B (મુંબઈ હાઈકોર્ટના રીટાયર્ડ જજ અને ગૂજરાતી સાહિત્ય પરિષના પ્રમુખ) લખે છે કે:-“સ્વ. ભાઈ વાડીલાલભાઈનું “આર્યધર્મનું પુસ્તક એમના હમેશાંના જુસ્સા અને જેમથી લખાયેલું છે. “આપણે કોણ' એ પ્રકરણમાં અસલ ઋષિજીવનને એમણે ટૂંક પણ સચોટ ખ્યાલ આપ્યો છે. “આર્ય અને આ બંનેને એમણે જે સદુપદેશ આપ્યો છે ને જે સંદેશ પહોંચાડયો છે તે ખરેખર મનનીય હોવા ઉપરાંત હાલના વાતાવરણને અંગે ઘણું જ જરૂર છે, એટલે એ પુસ્તક વખતસર જ બહાર પડે છે.”
(૨) શ્રીયુત હીંમતલાલ ગણેશજી અંજારીયા ઝ. A. 1. B. (મુંબઈ યુ. ગૂ. શાળાઓના સુપ્રીન્ટેન્ડન્ટ) લખે છે કે –
આર્યધર્મ ” સશસુંદર નાનુંસરખું પુસ્તક છે. તેની પ્રસ્તાવના ઉત્તેજક, સૂચક અને નિર્ણયાત્મક છે. જ્યાં સુધી હિન્દની જનતા કાંઈક સમાજઘટના કે વિચારવટનામાં સ્થિર નહિ થાય ત્યાં સુધી એ પ્રસ્તાવના એક પ્રભાતના ડંકા જેવી, ઉંઘનારાને જગાડનાર જેવી, પતનશીલ સમાજને એકાવનાર માર્ગદર્શક જેવી અને દરેક વાચક અને વિચારકને પ્રેરણું કરનાર એક ગેબી અવાજ જેવી બની રહેશે. આર્યધર્મના મૂળગત સિદ્ધાંતની સમજ આપવામાં પણ
એ પુસ્તક ખરેખર બહુ ઉપયોગી અને કિંમતી ગણાવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com