________________
વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાય. ૮૩ | ગુજરાતી પંચ –આ પણ એક વાર્તા છે. પરંતુ તે દ્વારા સમાજ સુધારાના ઘણા પ્રશ્નોને આર્ય ફિલસુફીથી લેખકે ચર્ચા છે. ભાષા જેમવાળી છે, અને જાણે લેખક પિતાનો અંતરનાદ રજુ કરતા હોય એવું તેમાંથી સાફસાફ સમજાઈ આવે છે. આ પુસ્તક મનન કરવા જેવું છે. ૧૧-૧૨-૩૨
મુંબઈ સમાચાર–આ પુસ્તકમાં જ્ઞાન, ભાવ અને ભક્તિની ઉંચી ફીલસુફી સંવાદરૂપે સમજાવી છે. સાથે સાથે તેઓ ગુરૂ અને રાજ્યની સંસ્થાના ઉદ્દેશ અને અન્ય પ્રશ્નોની ચર્ચા કરવાને પણ ચૂક્યા નથી. પરમાનંદ પ્રાપ્ત કરવા માટે એકતાની કેટલી જરૂર છે, તે તેમણે સુંદર રીતે સમજાવ્યું છે.
પુસ્તકાલય –એકતાનું મહત્વ જીવનના એકેએક ક્ષેત્રમાં કેટલું બધું છે અને એના વિના બધાં જ કાર્ય કેવાં કથળે છે તે આ પુસ્તકનો અભ્યાસ કરનારાં સ્પષ્ટ રૂપે જોઈ શકશે. જ્ઞાનદેવ, ભાવસિંહ, સાંઈ ઉદાસી, ફક્કડ, મસ્ત, ભક્તિજાન વગેરે વાર્તાનાં પાનાં નામ પણ ખાસ સૂચક હે આધ્યાત્મ જીવનને જ આબાદ ખ્યાલ આપે છે. વાર્તા સાહિત્યમાં અનેરી ભાત પાડનારું
આ પુસ્તક ધાર્મિકવૃત્તિવાળા જીજ્ઞાસુ જનેને ખાસ રૂચે એમ હોવાથી પુસ્તકાલમાં એને અવશ્ય સ્થાન મળવું ઘટે. સપ્ટે. ૧૯૩૩
સાંજ વતમાન –આ પુસ્તક પાંચ પ્રકરણની એક નવલકથા કહી શકાય. પરંતુ બીજી નવલકથાઓ કરતાં આ નવલકથાની વસ્તુ નિરાળીજ છે. સ્વ. વાડીલાલની લાક્ષણિક શૈલી અને ઝમકદાર ભાષા આ પુસ્તકમાં પણ નજરે પડે છે. પુસ્તક વાંચીને જ્ઞાન મેળવી શકાય એવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com