________________
–– – પ્રાયશ્ચિત્ત – પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૨ : મૂલ્ય – બે આના.
પ્રજાબંધુ –આ એક ભાવનામય ગદ્યકાવ્ય છે અને તે કવિશ્રી નાનાલાલના અપદ્યાગદ્યની ઘાટીએ લખાયેલું તથા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. “પાપ” અને “નીતિ'ના સંબંધમાં લેખના વિચારોનું તેમાં દર્શન થાય છે. કે જે વિચારે નિજોની ફીલસુફી ઉપર ઘડાયેલા અને પોષાયેલા જણાય છે.
પ્લેટને સોક્રેટીસને, ક્રાઇસ્ટને, કયા ગુન્હા માટે માર્યા ? નિરોને ક્યા ગુન્હા ખાતર, દીવાનાશાળામાં ધકકેલ્યો ? સીતાને રામ જેવાએ કયા ગુન્હા ખાતર આગમાં ઉતારી ? કલાપીને શા માટે અલ્પાયુ રડવામાં જ વિતાડવું પડયું ? કહો હવે કે ગુન્હો એ કોઈ “ ચીજ ” નથી–ભૂત છે હમારી અણઘડ લાગણી એને ધખારે માત્ર ! સરળ – ભેળા – ભક્તિમાન છોને ડરાવવાને હાઉ ! ને ક્રર રાક્ષસેનો રસ્તો સાફ કરનાર હળ !
+
+
પ્રૌઢતા, પરોપકાર, ક્ષમા ને આત્મભોગ, શોભે છે માત્ર યુદ્ધના સંતાનના મુખમાં ! અન્યત્ર ભલાઈ છે તુચ્છ દશ્ય, પાપ, ગુન્હો ! કોણ બોલ્યું કે “ સહવું” એ ધર્મ છે ? વગર શકિતએ સરદારી મેળવવાની ઈચ્છા ? સરદારી હેને જન્મને વારસે છે, હેને તે ઇચ્છાએ નથી ! ને શકિત એની રગે રગે વહે છે ! સહે છે તે તે પોતે જ ઉત્પન્ન કરેલાં સંકટો ! પારકાં નાખેલાં સંકટ સહવા તે હેને અધર્યું છે !
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat