________________
-
| मळी शकतां पुस्तको अने अभिप्रायो
= ૧ એક પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૨ મૂલ્ય-પાકુ પૂઠું એક રૂપિયે.
સાહિત્ય માસિકપત્ર-૧૯૨૬ માં લખાયેલું આ પુસ્તક પહેલવારકું હાલ બહાર પડયું. એ ખૂબ વિચાર પ્રેરક છે. વાતના વળા દ્વારા લખનારે આર્યતત્વજ્ઞાનના અમર સિદ્ધાંત ઠસાવવાનો અજબ જે યત્ન કર્યો છે. પ્રસ્તાવથી તે અંત સુધી પ્રસ્તાવના એક એટલે એકતા કુટુંબમાં, સંસારમાં, રાજકાજમાં, શાસનમાં, શરીરમાં, અધ્યાત્મમાં કેટલે દરજજે મહત્વ ભોગવે છે તે દર્શાવી વાર્તામાં એ મહત્વને હરેક રીતે આગળ આણવાનો–સાબીત કરવાને પ્રયત્ન કર્યો છે. પાર્થિવ જગત અને તેના પાર્થિવ સંબંધોની મર્યાદા દર્શાવવી, અન્ન અને રૂ અને શરાફીના ખેલ પાછળ ગાંડી થતી દુનિયા સાધને છતાં ગરીબી ને ભુખમરે શા માટે વેઠે છે એ બતાવવું, મનની અને ચિત્તની એકાગ્રતા સાધતાં પરમસત્ય કેવી રીતે પમાય તે જણાવવું. આ પુસ્તકને હેતુ પાર પડ્યો છે. લેખકની શૈલી ગંભીર છતાં જરા તોફાની છેઃ જ્ઞાનગતિ હેવા છતાં તેમાં તનમનાટ છે. છેવટે તેઓ ઠસાવે છેઃ
એક એવી જબર ઈચ્છા કરો, જેની નીચે બધી ઈચછાઓ દબાઈ જાય, એક એવી જીજ્ઞાસા કરે કે બધું જાણવાની ચળ બળી જાય; એક એવી મસ્તી કરે, જેથી બધી મસ્તીઓ હઠી જાય; એક એવો શબ્દ ગજા, જેમાં સઘળા અવાજ અને અવાજ ઉત્પન્ન કરનાર વિશ્વ ડૂબી જાય.” ખરે, સકળ વિશ્વની એક્તા સાધવાથી–અનુભવવાથી જ આવું પરિણામ આવી શકે –
ડીસે. ૧૯૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com