________________
૬૪
આર્યધર્મ : લેખક, વા. મ. શાહ મન પર કાબૂ ન રહેવાથી ઈછા જોર કરતી હોય તે ઠંડા જળથી સ્નાન કરવું, એકાંત છેડવું, કેઈની પણ–બનતાં સુધી કઈ વડીલની–સોબતમાં જવું કે કાંઈ વાંચવું. શરીરને શ્રમ પડે એવું કાંઈ મહેનતનું કામ કરવું એ વળી શ્રેષ્ઠ ઉપાય છે.
એક વાર પણ મનને ધાર્યું કરવા દેવાથી મન વધુને વધુ નિરંકુશ બને છે, બુદ્ધિને અવાજ મંદ પડે છે, ચિત્તને પ્રકાશ ઢંકાઈ જાય છે. આ મોટામાં મોટું નુકસાન છે કે જે હરવખતે અને હરેક કાર્યમાં નડતર કરે છે.
વિધવા સ્થિતિમાં અખંડ બ્રહ્મચર્ય સેવવું એ સ્વવિકાસ માટે જરૂરી છે, અને શક્ય પણ છે જ; પરન્તુ સંકડે પેઢીઓથી લગ્નના હક્કને દુરૂપયેગ થતું આવ્યું હેવાને પરિણામે “અહંકાર અથવા વ્યક્તિત્વ અથવા ચારિત્ર નિર્બળ બની ચૂક્યું હોઈ યુવાન સ્ત્રી, પતિના મરણ બાદ સદાને માટે અપવાદ રહિત બ્રહ્મચર્ય પાળી શકે એ સંભવતું નથી. એ સંજોગોમાં યુવાન વિધવા પાસે ફરજ્યાત વૈધવ્ય પળાવવાને યત્ન એ અસ્વાભાવિક અને નિષ્ફળ કાર્ય છે. દરેક અસ્વાભાવિક કાર્ય બેવડું નુકસાન ઉપજાવે. બેવડા નુકસાનથી બચવા ઈચ્છનારે વિવેકબુદ્ધિને ઉપગ કરી ઓછામાં ઓછે હાનિકારક માર્ગ લેવો જોઈએ. એ માગે યુવાન વિધવાએ પિતે શોધવો જોઈએ અને વડીલોએ અને સમાજે હેને તેમ કરવામાં સહકાર આપવો જોઈએ. સમાજ જે સહકારને ધર્મ ચુકે તો વ્યક્તિ માત્ર સ્વછંદીપણામાં લપસી પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com