________________
શીલા
સ્વછંદીપણું એટલે આંખ, જીભ, કાન, નાક, ત્વચા ઃ એમને, મન જે જે પદાર્થોને સંગ કરાવે તે તે પદાર્થોમાં સપડાવાની ટેવ.
વિવેક એટલે મન પર બુદ્ધિને કાબૂ. બુદ્ધિ કે જે અનેક પ્રશ્નો વિચારી નિર્ણય કરી શકે છે : અમુક પદાર્થની આ શરીરને જરૂર છે? જરૂર હોય તે તે હમણાં કે બીજે કઈ વખતે? એ પદાર્થની કિંમત ભરવાની શકિત છે? એ પદાર્થોના ઉપયોગ કરવાથી હિત શું છે અને અહિત શું છે? કેવી રીતે ઉપયોગ કરવાથી અહિત કરતાં હિત વધારે છે? અમુક ચીજની કિંમત ભરવાની શક્તિ હોય તો પણ તે કિંમત ભરતાં તે ચીજથી વધુ ઉપયોગી ચીજની કિંમત ભરવાની શક્તિ બચત રહે છે કે નહિ ?
વિવેક એટલે સદા જાગૃત બુદ્ધિ.
જ્યાં વિવેક હેાય ત્યાં પંડ, વસ્ત્ર, ઘર, સરસામાનઃ સની સુઘડતા અને સુવ્યવસ્થા હોય.
જ્યાં વિવેક હોય ત્યાં વિચારણું વ્યવસ્થિત હોય. જ્યાં વિવેક હોય ત્યાં વાણુ સંસ્કારી હોય.
જ્યાં વિવેક હોય ત્યાં ન્હાનું જ્હોટું દરેક કામ પદ્ધતિસર કરાતું હોય.
જ્યાં વિવેક હોય ત્યાં ઉશ્કેરાઈ જવું ન હોય.
જ્યાં વિવેક હોય ત્યાં મનને ક્રોધ ન હોય, બુદ્ધિનો કે–અર્થાત્ પ્રશસ્તકોધ–હેતુપૂર્વક થતે કોલ–હાય, કે જે કોધમાં ચિત્તની શાન્તિને ખલેલ ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com