SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ ખાવુંપીવું, પહેરવું, જેવું બધું જરૂરનું છે,એટલા માટે કે એથી રક્ષા ને વિકાસ થાય. પણ જે મનુષ્ય ખાવા-પીવા–પહેરવા–જેવા માટે જ જીવે છે તે મનને ગુલામ છે. હેની બુદ્ધિ, ચિત્ત, વ્યકિતત્વ છેક જ દબાયલાં છે, તે જાનવર છે. “ જાનવર” થી દાન થાય જ નહિ. દાન દેવ-દેવીથી જ થઈ શકે. પૈસાની ગુલામી, માજશેખની ગુલામી, હૃદય વગરની બુદ્ધિની ગુલામી : એટલી ચીજે દાન કરવા દેતી નથી. જેણે દાનગુણુ ખિલજો નથી હેનાથી શીલ, તપ અને ભાવના થઈ શકે જ નહિ. સહેલામાં સહેલે ગુણ દાન ગુણ છે. સઘળા ગુણેને પાયે દાન ગુણ છે. સાવધાન ! ધ કે પાખંડી લોકોને દાન કરશે તે આખા મનુષ્યસમાજમાં દ્રોહ કરવાનું પાપ થશે. સાવધાન ! દાનને ઘમંડ કરશે તે વ્યક્તિત્વને નાશ કરી બેસશેઃ ખેટને સદે થશે ! સાવધાન ! દાન કે શીલ–તપાદિ જે કાંઈ કરે તે પોતાના જ અંતઃકરણની શુદ્ધિ અર્થે – પોતાના જ વ્યકિતત્વની ખિલવટ માટે–પોતાના જ આનંદ ખાતરકરજે–પરોપકાર” હમજીને નહિ. લોકોની વાહવાહ ઘડીભરની છે, પચાસ ચરીને પાંચનું દાન કરનારની પણ લોકો તો વાહવાહ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy