________________
દાન
૫૫
દાનનું મૂલ્ય ખર્ચેલી રકમ પરથી નહિ, પણ કેટલી ઉંડી લાગણુથી અને કેટલા વિવેકપૂર્વક દાન કરાયું તે પરથી જ આંકી શકાય.
વિવેક એટલે સર્વ બાજુને વિચાર. વિવેક વગરનું દાન “પાપ”રૂપ પણ થાય.
પાપ એટલે જે વિચાર, વાણી કે કૃત્યથી પિતાના કે પરના શરીર, મન, બુદ્ધિ, ચિત્ત કે વ્યકિતત્વને હાની પહોંચે તે. કેઈનું પણ પતન જેથી થાય તે પાપ.
પુણ્ય એટલે જે વિચાર, વાણું કે કૃત્યથી પોતાના કે પરના શરીર, મન, બુદ્ધિ, ચિત્ત કે વ્યકિતત્વને હિત થવા પામે છે. કેઈને પણ નિર્મળ કરે-ઉન્નત કરે તે પુણ્ય.
છતી શક્તિએ, બુદ્ધિ અને હદયે મળીને કરેલી દાનની આજ્ઞાને સાંભળી ન સાંભળી કરવી એનું નામ “પ્રમાદ.”
પ્રમાદ એ મહેોટામાં મોટું પાપ છે, કારણ કે તેથી વ્યકિતત્વ દબાઈ જાય છે.
દાન બુદ્ધિ જેમ વધુ પ્રબળ થાય તેમ વ્યક્તિત્વ વધુ ખિલવા પામે.
પૂર્ણ રીતે ખિલેલું વ્યકિતત્વ એ જ દેવપણું, દિવ્યતા. ખૂબ દબાયેલું વ્યક્તિત્વ એ જ નરક, પતિત દશા.
દાનબુદ્ધિ જે સમાજમાં ન હોય તે સમાજમાં સંઘટ્ટન અને સુવ્યવસ્થા, સુલેહ અને પ્રગતિ કદાપિ ન સંભવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com