________________
આપણે કોણ?
૪૩. આપે છે. જેનું માનસ (અંતઃકરણ) ખિલતું રહે છે ત્યની બાબતમાં આમ સ્વભાવતઃ બનતું રહે છે.
* *
આયો બનાવનારા સંસ્કાર આપવાને આ ન્હાના પુસ્તકને આશય છે, પણ સંસ્કાર એવી ચીજ છે કે જે બોલનાર અને સાંભળનાર બનેને સહકાર માગે છે. સાંભળનારે બધા તર્કવિતર્કને દાબી રાખી એકચિત્ત સાંભળવું જોઈએ, અને સાંભળેલું (વાંચેલું) ચિત્તમાં લઈ જઈ ત્યાં એને મનનરૂપ પિષણ આપવું જોઈએ અને તે પછી ઉત્સાહપૂર્વક એને ક્રિયામાં મૂકવું જોઈએ. વારંવાર ક્યામાં મૂકવાથી “સંસ્કાર ” બની જાય છે.
હિંદુધર્મ કે જૈનધર્મની કોઈપણ શાખાને માનનારી હેનને આ પુસ્તકમાં પિતાને જ ધર્મ દેખાશે. અને આ પુસ્તકના ઉપદેશ વડે પિતામાં સંસ્કાર પાડનાર દરેક બહેન પિતાના કૂળને, જાતિને, ધર્મને તેમ જ દેશને ગૌરવ આપનાર થશે,–સૌથી વધુ લાભ તે એ થશે કે પ્રજા ઉત્તરોત્તર ચઢીઆતી થશે, અને એક દિવસ એ પ્રજાની પ્રજા જ હિદને મુક્તિ આપશે. હિંદની મુક્તિ એ જ પ્રત્યેક આર્ય અને આર્યાની મુકિત. જેઓ અહીં મુક્તિ મેળવી શક્તા નથી અથવા મુકિતની સમીપ પણ જઈ શકતા નથી તેઓ માટે કયાંય પણ મુકિત નથી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com