________________
આપણે કોણ ?
૪૧
વકતા અથવા છૂપી રીતે હલકું કામ કરવાની પ્રકૃતિ અને બુદ્ધિની જડતા : આ સર્વ જરૂર આવે જ. અને એ સ્થિતિમાં કલહ સિવાય બીજું કાંઈ જ ન હોઈ શકે. દેશમાં કલહ, નાતજાતમાં કલહ, કુટુમ્બમાં કલહ, અને પોતાની જ ઈચ્છા અને બુદ્ધિ વચ્ચે પણ કલહ ચાલ્યા કરે.
ઉંચા સંસ્કાર હોય ત્યાં ઈચ્છા, બુદ્ધિને અનુસરનારી દાસી હોય કે સખી હોય. ઉંચા સંસ્કાર ગયા તે હમજવું કે ઈચ્છા અને બુદ્ધિ વચ્ચે કલહ જ થવાના અને ઘણું વખત બુદ્ધિ હારવાની. એટલે કે બુદ્ધિ વગરનાં જાનવર જેમ ઈચ્છાથી દેરવાઈને જ વર્તે છે તેમ મનુષ્ય પણ ઈચ્છાની આજ્ઞા મુજબ જ વર્તવાને. તેથી સ્વાભાવિક રીતે જ મનુષ્યનું જીવન યોજના વગરનું, ઇયેય વગરનું, ફેંકાફેંકરૂપ, ધાંધલરૂપ કીટવત, પશુવત્ જ બને. સ્વદેશપ્રેમ જેવી વિશાળ ભાવના ત્યાં ન હોઈ શકે અને વિશ્વભાવનાને તે સંભવ પણ ન હોય. કારણ એ જ છે કે આજે આપણે આર્ય” અને “આર્યા નથી રહ્યાં. અંતઃકરણની બીમારીએ આપણું શરીરને પણ નિર્બળ અને રેગી બનાવ્યું છે. આપણું ગૃહજીવન તેમ જ સમાજજીવન તેથી જ રેગી બન્યું છે. અને તેથી જ આપણને બીજી પ્રજાઓ માનપાન આપવાને બદલે “અસ્પૃશ્ય માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com