________________
એ વિરાગ! એમના પર મેહ નહિ હોય, ખુલ્લે તિરસ્કાર પણ ન કરૂં, ફક્ત મહારૂં માનસ હેમનું સ્વરૂપ જાણતું થઈ સાવધાનીથી વર્તે એટલું જ. વિરાગ એટલે માનસિક ગુલામીમાંથી છૂટકારો. સાધુએ જીદગીને પાપરૂપ માની તેથી શું તે આત્મહત્યા કરે છે ? ભજનને પાપ માન્યું તેયો શું છંદગીભર ભૂખ્યા મરે છે ? ત્યહાં તો તેઓ એમ કહે છે કે જીંદગીની પોકળતા જોઈ લીધી, હવે એના પર મેહ ન થઈ શકે. ખોરાકના સ્વાદની પોકળતા જોઈ લીધી હવે ખાઈએ છીએ ખરા પણ સ્વાદના મોહમાં ફસાયા વગર. હિતકર હેય તે ખાઈએ, હાનીકારક હોય તે હેને ગાળો દીધા સિવાય જ છોડીએ. ગાળો દેવી એ એક ચીજ છે અને મેહથી છૂટવું એ બીજી ચીજ છે. મોહથી છૂટવામાં ગાળોની કાંઈ જરૂર નથી. અને મેહ છૂટે છે ક્યારે ? ચીજના ગંદાપણુંનો કે નમાલાપણુનો અનુભવ થાય છે ત્યારે જ. આ ભિખારાઓને પૈસાનો, જીવનને, સત્તાને અનુભવ ક્યારે થયે કે એમને મેહ ગયે અને વિરાગ થયો ? ઉલટા તેઓ નીરાંતે પિસે, સત્તા, જીવન ભોગવે છે ! –પારકા શ્રમે! શ્રમ વગરનું જીવન અને મહેનત વગરની પ્રાપ્તિ એ હિંદી માનસનો ભયંકરમાં ભયંકર રોગ છે, લગભગ દરેક મનુષ્યને એ રેગ છે. પુસ્તક ગમે તેવું ઉત્તમ હશે, હમને તે ગમે તેટલું ગમ્યું પણ હશે, લેખક તરફ ગમે તેટલું હમારૂં માન પણ હશે, છતાં ય હમને પુસ્તક મત મેળવવા નહિ તે કમમાં કમ મફત વાંચવા તો જરૂર ઈચ્છશે. શેર-સટ્ટા–વગર મહેનતે દ્રવ્ય મેળવવાની ધાંધલ નથી તો બીજું શું છે ? “શીરા માટે કે પતાસાં માટે શ્રાવક' થવાની વાત તો કહાણરૂપે પ્રસિદ્ધ છે. આ શું સૂચવે છે ? ભિક્ષુક માનસ ! ભિખારચેટ પ્રકૃતિ ! ગુલામના ગુલામની ટેવ ! યુરેપમાં બે સગ્ગા ભાઈએ પણ એક પેપરની બે જૂદી નકલ ખરીદે છે. પુસ્તક મફત કે ઉછીનું લેવાની વાત નહિ. લેખક સ્નેહી હોય અને એક પ્રત ભેટ મોકલે તે હમજે કે મિત્રને દશ કે સો ગુણ લાભ પહોંચાડવાની જોખમદારી મહારા માથા પર આવી. સ્નેહીના ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com