________________
ભજન માટે આમંત્રણ હોય તો હેનાં બાળકે માટે કાંઈ નહિ ને કાંઈ ભેટ લીધા સિવાય જાય નહિ. નાતાલના દિવસે, પિતાની જન્મગાંઠના દિવસે, નેહીની જન્મગાંઠના દિવસે કાંઈ નહિ ને કાંઈ ભેટે મોકલ્યા સિવાય રહે જ નહિ–પછી પોતે ગમે તેવો ગરીબ . કાં ન હોય ! એમનાં માનસ આપણું જેવાં ભિખારચેટ નથી. હને અનુભવ છે: બત્રીસ બત્રીસ વર્ષ સુધી પેપર અને પુસ્તક જે કાંઈ મહે લખ્યાં તે પૈકી ઘણુંખરાંની પડતર કિંમત કરતાં ય અડધી કે ચોથા ભાગની કિંમત રાખો, છતાં સેંકડો પ્રતે મફત જતી ! અને તે પણ મફત લેનારાઓ બબ્બે ચચ્ચાર વખત ફરી ફરી માગતા! તેમાંય શ્રીમંતો પહેલા! અને મફત લેનારાઓ તરફથી બે પાંચ પણ પ્રતના ગ્રાહક કરવાની વાત નહિ ત્યાં પછી મહારા ખર્ચ માટે ચિંતા કરવાની તે વાતે શું કરવી? આ નફટ માનસ ! આ સેતાની જીગર ! એમને પૂર્ણ સાધુઓ અને પૂર્વ મૂડીવાદીઓ કાં ન મળે? એમને પાખંડી પેટભરા લેખક અને પત્રકારે ન મળે તે બીજું શું મળે? કુદરતમાં કાંઈ જ એવું નથી બનતું કે જે નહોતું બનવું જોઈતું.
ત્યારે એમ જ અનુભવથી જ–મહને સાધુઓ અને શ્રીમતે અને લેકેને મોહ ગયો, એ જ વિરાગ !
અને શાસ્ત્રોએ કહ્યું છે કે પ્રથમ વિરાગ થાય, પછી અનેક ભવના–આપણું કંઈ પેઢીના પૂર્વજોનાં પાપ-એમની ભૂલ ભરેલી માન્યતાઓ અને ટેવોને દૂર કરવા માટે આખી જીંદગી સુધી તપ અથવા પરિશ્રમ-માનસિક પુરુષાર્થ—કરીએ તો જ જ્ઞાનતંતુ (Nerves)નો ચીલો બદલાય, મિથ્યાત્વમાંથી સમક્તિમાં અવાય. શું, તપ એટલે પુરુષાર્થ એવો અર્થ મહારા ઘરનો છે ? પૂછ ખુદ શાસ્ત્રોને. “પુરુષાર્થ એ કર્મેન્દ્રિયના શ્રમની નહિ, જ્ઞાનેન્દ્રિયના શ્રમની પણ નહિ, પણ અંતઃકરણ–મન, બુદ્ધિ, ચિત્તના શ્રમની વાત છે ” એવું મહારું કથન શાસ્ત્રના આધારે નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com