________________
૧૪
તનદુરસ્ત અને નહિ, અને જીવન તંદુરસ્ત બન્યા સિવાય દેશ કે વ્યક્તિને સ્વતંત્રતા—મેાક્ષ—કદાપિ પ્રાસ થાય જ નહિ.
શાસ્ત્રો ખેાટાં નથી—સમજનારા ખાટા છે.
શાસ્ત્રો કહે છે કે આત્મા પર અનેક ભવના કર્મોના દળી વજ્રલેપ નયેમ સ્ફુટી ગયાં છે, અને લાંબા કાળ સુધી તપ-જપ –વ્રત–નિયમ–ધ્યાનાદિ ઉપાયા કરતા રહીએ તેા જ કેટલાએ ભવા પછી મુક્તિ મળે. ’
તે
તદ્દન સાચી વાત કહી છે, પણ અમે ઊંધું સ્હમજ્યા છીએ. પામર મનુષ્યેાના હાથમાં શાસ્ત્રો આવી પડવાથી તેઓ ઉંધુ જ સમજાવી શકયા છે. જે લેાકા ગૃહસ્થાશ્રમમાં પેાતાનું ય ગુરાન ચલાવી શકતા નહોતા, એટલું ય જ્ઞાન અને શક્તિ ધરાવતા નહાતા એકાએક દુનિયાને મુક્તિ અપાવનાર થઈ બેઠા હતા ! ભેાળા ખચ્ચરા અમે ! સાધુ શું, વૈરાગ્ય શું, દયા શું, મુક્તિ શું, જીદગી શું, કાંઈ પણ ન વિચારતાં માત્ર કલ્પિત મેાક્ષ, કલ્પિત વૈરાગ્યવાળાએ માત મેળવવાની દાડધામમાં અમારૂં આ જીવન જ ભૂલી ગયા; સામાન્ય અક્કલ—સાદી સમજ—તે પણ ધરાણે મૂકી બેઠા; શેક્સેા પાપડ જેનાથી ન ભાગી શકાય હેનાથી પહાડ તાડવાની આશા કરવા જેટલા મૂર્ખ બન્યા; અને તે માત્ર શબ્દોની જાળમાં ફસાઈ ને! વૈરાગ્ય, મેાક્ષ, પરલેાક : એ શબ્દોએ જ અમને ફસાવ્યા અને અમારા બાળપણાને-મૂર્ખાઇના-લાભ ભિખારીએ અને શ્રીમતાએ સારી રીતે લીધેા, ભિખારીએને અમનચમન જોઇતાં હતાં અને શ્રીમ ંતાને પેાતાના હથીઆરરૂપ માણસે જોઈતાં હતાં. શ્રીમતાએ ભિખારીઓને સાધુપદે સ્થાપી એમની મારફત મેાક્ષ, પરલેાક, વિરાગની જાળ બીછાવી લેાકેાતી રહીસહી ઈચ્છાશક્તિને પણ નબળી બનાવી, કે જેથી એ શ્રીમા ધરધર બની તેમના પર જંગર તકલીફે સત્તા જમાવી શકે અને સત્તાના અંગમાં સમાયલા આર્થિક લાભેશ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com