________________
૨૪
મહાપુરુષથી કે અલ્પપુરુષથી કાં નથી શોધાતી ? શું બધા ધર્મો મરી ગયા છે?... હકીકત એ છે કે, ધર્મોએ માત્ર સઘળી વિદ્યા અને સઘળા વિજય મેળવનાર અંતઃકરણને ઘડવાનું જ કામ કરવાનું છે. બાપે પુત્રને વારસો આપવાનો નથી, નાણું મેળવવાની અને નાણાંને જીરવવાની તથા હેનો સદુપયોગ કરવાની શક્તિ આપવાની છે; અને વ્યવહારૂ રીતે એ જ ખરો વારસો આપ્યો કહેવાય. પણ આજે ધર્મ, ધર્મનું કામ બજાવતો નથી અને ધર્મને નામે લોકોનાં મન, બુદ્ધિ, ચિત્ત, વ્યક્તિત્વ ઃ ચારે કિમતી અંગેને–એ પરલેકને ભ્રષ્ટ કરનારાઓ-કેટલાકે અજ્ઞાનતાથી અને કેટલાક ખૂરી દાનતથી–પિતાની બેડીઓ આખા દેશ પર જકડી રહ્યા છે. એથી આજના હિંદીઓના જીવનની બધી પ્રવૃત્તિઓ ગુલામત , કીટવત, રોગી, મિથ્યા બની છે અને તેઓ જીવતરનું ગાડું જેમતેમ ખેંચે છે.
એવા લોકોને જેમ તેમ જીવવું ય મુશ્કેલ છે હાં, જીવવું અને દેવ જેવી શક્તિઓવાળા યુરોપ-અમેરિકાની સતત હરીફાઈ વચ્ચે જીવવું એ કઈ રીતે શકય છે? હરીફે એક હાનામાં ન્હાનું કામ પણ એનાં સો વર્ષ પરનાં પરિણામને વિચાર કરીને કરે છે અને આપણાથી હજાર વર્ષમાં નથી બની શકયું તેટલું એક વર્ષમાં કરતા રહ્યા છે. અમે મહટામાં મોટું કામ કરવાનું પ્રાપ્ત થતાં પણ આવતી કાલના ય પરિણામનો વિચાર નથી કરતા અને એક દિવસમાં થવું જોઈએ તે કામને માટે સો વર્ષ લેવા છતાં કોઈ જ પરિણામ લાવી શકતા નથી. કારણ કે આપણે કોઈ વાતને એના ખરા રૂપમાં હમજી શકતા જ નથી અને એના પડછાયારૂપ તર્કવિતર્કોમાં જ ગોથાં ખાધાં કરીએ છીએ અને ચર્ચાઓ, વિવાદો અને તેમાંથી તકરારેમાં જ આપણું મનના પરમાણુઓને વેરી નાખીએ છીએ, જેથી માનસિક શક્તિઓનું એકીકરણ થઈ એક ચીજ પર પડી એના પૂરા પ્રકાશથી જે સ્વરૂપ દેખાવું જોઈએ તે આપણને દેખાતું જ નથી. બધા રોગ આપણું માનસમાં–મન, બુદ્ધિ, ચિત્ત,
વ્યક્તિત્વમાં–જ છે, એ રાગ નીકળે નહિ ત્યાં સુધી આપણું જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com