________________
શ્રી પાલીતાણામાં નવી જૈન ધર્મશાળા, કચ્છ–મોટા આસંબીયામાં જૈન પાઠશાળા અને અંગ્રેજી સ્કૂલ, શ્રી પાવાપુરીજી જૈન ધર્મશાળા, ક–મેટા આસંબીયામાં સેનાપુર અને ભવ્ય હેલ, શ્રી ચંપાપુરીજી જૈન ધર્મશાળા, શ્રી રાયગિરિજી જૈન ધર્મશાળા, શ્રી અયોધ્યાજી જૈન ધર્મશાળા અને જીર્ણોધ્ધાર, મીનાબાદ વિદ્યાશાળા, રંગુન આર્ય સમાજ ધર્મશાળા, રંગુન ગુજરાતી
સ્કૂલ, પાલીતાણા જીર્ણોધ્ધાર, જવાલાપુર (હીમાલય)માં કન્યાશાળાના મકાનમાં, અમરેલી વ્યાયામ મંદિર (શાળા), ભીલકામના બાળકોને શિક્ષણ માટે, અજગંજ જૈન પાઠશાળા, શ્રી ઘાટકોપર સાર્વજનિક જીવદયા ખાતુ વગેરે વગેરે અનેક સાર્વજનિક કાર્યોમાં હજારો રૂપિયાની સખાવતો થવા પામી છે.
શ્રી કરશીભાઇમાં નાનપણથી જ જ્ઞાન આપનાર પુસ્તકોને વિનામૂલ્ય પ્રચાર કરવાનો શોખ છે જેથી આજથી પાંત્રીસ વર્ષ ઉપર તેમણે આ જ પુસ્તકના લેખકનાં બહાર પડેલાં “મધુમક્ષિકા” અને “સતી દમયંતી નામના બે પુસ્તકની ૨૦૦–૨૦૦ પ્રત વિનામૂલ્ય આપવા માટે ખરીદી હતી અને તે પછીથી અન્ય લેખકના પુસ્તકોની હજારે પ્રતે વિનામૂલ્ય વહેંચી છે અને તેવી જ રીતે મરહુમ રવજીભાઈના સુપુત્ર ભાઈ શાન્તિલાલ તરફથી “આર્યધર્મ પુસ્તકની બે હજાર અને મૃત્યુના મહેમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું નામના પુસ્તકની એક હજાર મત વિનામૂલ્ય વહેંચવા માટે તૈયાર કરવામાં આવી છે, જે કેરશીભાઈ અને તેમના કુટુંબીઓમાં જ્ઞાન પ્રચારનો શોખ કે તીવ્ર છે તે દેખાડી આપે છે.
મરહુમના આત્માને અખંડ શાંતિ મળે અને તેમના કુટુમ્બીઓ તરફથી વધુને વધુ પરેપકારી કાર્યો થવા પામે એ જ શુભેચ્છા. ઘાટકોપર છે
શકરાભાઈ મોતીલાલ શાહ. તા. ૨૧-૭-૩૫. ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com