________________
તૃણ સમ પણ પર વસ્તુની રે, મત મન ધરજે ચાહિ. ચતુર નર૦ ૭ શિવસુખની જે ચાહ છે રે, રાખણ ચાહે ધર્મ, સુખ ચાહે ઈ-પરભવે રે, તે તજ એહ કુકર્મ. ચતુર નર૦ ૮ વિરતિ મૂલ યમ સાખ છે રે, સંયમ દલ સમ ફૂલ, પંડિત જન પંખી અછે રે, ફલ તે જ્ઞાન અમૂલ. ચતુર નર૦ ૯ ધર્મ વૃક્ષ એહવે દહે રે, ચેરી મત મન આણિ પર ઉપગારી આદરે રે, દેવચંદ્રની વાણિ. ચતુર નર૦૧૦
બ્રહ્મચર્ય વિષે. (બંધવ ગજ થકી ઉતરે–એ દેશી) કૂડ કપટ ઘર એ ત્રિયા, તિનકો સંગ નિવાર રે ભાઈ ! મૈથુન દુઃખદાયક તજી, આતમ ગુણ સંભાર રે ભાઈ! ૧ નારી સંગ તજે તુમે, નારી દુ:ખની ખાણ રે ભાઈ! નારી સંગે દુઃખ હવે, એ શ્રી જિનવર વાણ રે ભાઈ! નારી ૨ (યોત વહે જસુ દેહથી, કા ત્રણ વહે જેમ રે ભાઈ! તેમ સ્ત્રીનિ અશુચિ ધરે, તિણ પર રાચે કેમ રે ભાઈ!નારી૩ મૂત્ર ગેહ દુરગંધ છે, નારી ભગ દુઃખ ખાણી રે ભાઈ! મૂરખ રંગ ધરે તિહાં, નવિ રાચે ઈસુ નાણું રે ભાઈ! નારી ૪ શ્વાન રુધિર નિજ જેમ પીયે, સુખ માને મનમાં રે ભાઈ! કામી તેમ સ્ત્રી સંગથી, ચિત્ત ધરે ઉત્સાહ રે ભાઈ! નારી. ૫ નારી નિ અશુચિ અછે. નારી દુર્ગતિ માર્ગ રે ભાઈ! આદર ન દે કે વૃદ્ધને, તે તરુણ ઉપર રાગ રે ભાઈ! નારી૬ સહુથી જોરાવર અછે, નારી અબલા નામ રે ભાઈ !
નિદ્વાર દુઃખદ્વાર છે, પંડિત તજજે વામ રે ભાઈ! નારી. ૭ જોગવતાં તનુ નારીનાં, લાગે છે સુકમાલ રે ભાઈ ! સૂલીથી કરડી અછે, ઉદયામત એ કાલ રે ભાઈ! નારી. ૮ મૈથુન સેવંતાં થકાં, જીવ મરે લખ કેડી રે ભાઈ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com