________________
એ પછી મારા કચ્છના સંશોધન પ્રવાસ દરમિયાન મને ભૂજના સંગ્રહમાંથી સૌભાગ્યસાગર કૃત “શાહ લીલાધર સંઘવીનો રાસ” પ્રાપ્ત થયેલો તેમાં પણ ઉક્ત જિનાલયના નિર્માણ સંબંધમાં વર્ણન છે –
એગુણ પંથા બારને રે લાલ, રતનપુર અહિટાણુ;
સવંશ સહસ્ત્રગણું રે લાલ, ગાંધી ગોત્ર પ્રધાન, શ્રી સિદ્ધાચલ શેભત રે લાલ, તીરથ માંહિ સિરતાજ; દીઠઈ દુઃખ દૂરઈ ટલઇ રે લાલ, જનમ સફલ થયો આજ, ગાવિંદશાહ જસ આગલો રે લાલ, વિધિપક્ષમાંહિ વડુઆર; વિમલાચલને સંઘવી રે લાલ, થાલી લાહી ઉદાર. ભરાવી પ્રતિમા તિણા રે લાલ, અદ્બુદ નામઈ અનૂપ;
પ્રાસાદ ઊંચો અભિનવો રે લાલ, દેવવિમાન સરૂપ, આ બધાં પ્રમાણે મારા અનુમાનને બળવત્તર બનાવે છે. આ વાત બીજી રીતે પણ વિચારવા જેવી છે. શાસનોન્નતિની તવારીખ જાળવી રાખનાર શિલાપ્રશસ્તિઓને વિનાશ સર્જવામાં ખુદ જેનો જ પ્રવૃત્ત બન્યા, ત્યારે અંગ્રેજે, ફ્રેન્ચ અને ડૅ. ભાંડારકર જેવા જૈનેતર વિદ્વાનોએ એતિહાસિક પ્રમાણેને સંગ્રહિત કરીને તેના પર ઉહાપોહ કરવામાં કટિબદ્ધ થયા. આવા ઉમદા કાર્ય માટે તેઓ ખરેખર, આપણી પ્રશંસાના અધિકારી બન્યા છે.
ઉપર્યુક્ત મુદ્રાના અનુષંગમાં મુનિ જયંતવિજયજીનું વર્ષો જૂનું મંતવ્ય અહીં ઉલેખ નીય છે. “બે ઘટના–વેતાંબર મૂર્તિ દિગંબરી મંદિરમાં, જૈન મંદિરનો ઘંટ વિષ્ણવ મંદિરમાં” નામક લેખમાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત મૂર્તિ (લે. ૨૯૮), જે આગરાના દિગંબરી મંદિરમાં છે તે અંગે વિચારણા કરીને તેઓ જણાવે છે કે –“કાળક્રમે જની વસ્તુઓનો નાશ અને નવી વસ્તુઓની ઉત્પત્તિ થયા કરે એ તો સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ હજુ ઘણો લાંબો કાળ વિદ્યમાન રહી શકે એવી વસ્તુઓ પણ તેના માલિકની ઉપેક્ષા, કમજોરી અને કલેશ-કંકાશને લીધે નાશ પામે છે. તપાસ કરવામાં આવે તો આવા બીજા પણ અનેક દાખલાઓ મળી આવે. આપણી કમજોરીથી અત્યાર સુધી તે જે થયું તે ખરું. પણ હવેથી આપણું વસ્તુઓ બીજાના હાથમાં ન જાય અને બીજાના હાથમાં ગયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે કોશિષ કરી શકે એવા પ્રકારની–જેમ દિગંબર જૈન–તીર્થ રક્ષા કમિટિ છે, તેમ વેતાંબર જૈન તીર્થ રક્ષા કમિટિ સ્થાપવાની ખાસ અગત્યતા છે. આપણે બધા આ અગત્યતા સ્વીકારીએ અને તે માટે યોગ્ય વિચારણા કરતા થઈએ.”૪
આપણું ઉપેક્ષાથી દિનપ્રતિદિન નષ્ટ થતા જતા ઉત્કીર્ણ લેખાની વ્યવસ્થા અને જાળવણી માટે સમસ્ત જૈન સમાજ પ્રયત્નશીલ બને, તે બધા લેખો અન્વેષણાત્મક રીતે પ્રકાશિત થાય–સંપ્રદાય કે ગચ્છના ભેદભાવ વિના, એવી આશા સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. - આ લેખસંગ્રહ પ્રકાશિત કરવામાં શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) વેતાંબર જૈન સંઘના પ્રમુખ શેઠ નારાણજી શામજી મેમાયા, જેમણે આ કાર્યમાં મને આત્મીયતા* “શ્રી જૈન સત્યપ્રકાશ,” વર્ષ ૧, અંક ૮, પૃ. ૨૬૭-૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com