SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ શત્રુંજયના લેખેનું સંપાદન કરતાં ડૉ. બુલર નોંધે છે કે લેખો અંગ્રેજી તારીખોને ભારતીય તિથિઓ સાથે સરખાવવાનું અગત્યનું સાધન બને છે; કેમ કે પ્રત્યેક લેખમાં દિવસની સાથે વાર પણ આપેલા છે. ઘસાઈ ગયેલા લેખો ચોકકસાઈથી વંચાતા ન હોઈને વાર–તિથિ વચ્ચે વિસંવાદિતા સજાય એ સ્વાભાવિક છે, કિન્તુ આ સંગ્રહના લેખાંક ૨૮૮ અને ૨૯૨ માં એક જ દિવસે અનુકમે ગુરુવાર અને શનિવાર આવે છે તેનું રહસ્ય સમજી શકાતું નથી. પંચાંગ પ્રમાણે ગણતરી કરતાં સં. ૧૬૭૧ વૈ. શુ. ૩ ને દિવસે શનિવાર આવે છે–ગુરુવાર નહીં. સંભવતઃ લેખાંક ૨૮૮ માં પ્રશસ્તિકાર કે લહીઆએ શરતચૂકથી ગુરુવાર લખી દીધું હશે એ સિવાય આ પ્રશ્નનો બીજો કોઈ ખુલાસે ન આપી શકાય. આને મળતું બીજું એક ઉદારણ ટાંકી શકાય: લેખાંક ૩૧૦ અને ૩૧૨ માં એક જ શ્રેષ્ઠીને વંશવૃક્ષ સંબંધમાં વિરોધાભાસી નામાવલિ ઉપલબ્ધ થાય છે. ઉપર્યુક્ત કારણ સિવાય તે કેમ શક્ય બને? એક જ શ્રેણી જામનગર અને પાલિતાણામાં જિનાલય બંધાવે અને તેમાં શિલા-પ્રશસ્તિઓ મૂકાવે તે બેમાં મતભેદ સર્જાવાનું બીજું કારણ પણ શું હોઈ શકે ? લેખે અને પ્રાચીન અવશેષોની જાળવણી : ઉપર્યુક્ત વિચારણા બાદ આ અંતિમ મુદ્દા પર આવવું જરૂરી બને છે. શત્રુ જયના લેખ આ સંગ્રહમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તે જૈનોનું મોટું તીર્થ હોઈ ત્યાં હજારો પ્રતિમાઓ અને સેંકડો જિનાલયે છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં ત્યાંથી જેટલા શિલાલેખો મળવા જોઈએ તેટલા મળતા નથી. તેનાં ઘણાં કારણે છે. એક તો ત્યાં સમાર કામ સતત ચાલુ જ હોય છે; ઈતિહાસ કે પુરાતત્ત્વ પ્રત્યે ઉપેક્ષા દર્શાવાતી હાઈને શિલાલેખ કે શિક્ષાવશેષો ઉખેડીને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતાં કે ચણી દેવામાં આવતાં. ત્રણેક વર્ષ પહેલાં જ દરવાજાના જીર્ણોદ્ધાર વખતે ત્યાંથી વસ્તુપાલ-તેજપાલને મહત્ત્વપૂર્ણ શિલાલેખ પ્રાપ્ત થયેલો તે દ્વારા આ વાતની પ્રતીતિ મળી રહે છે. આવું બધે જ થયું છે. કર્નલ ટોડના કથનાનુસાર પરસ્પર એક બીજા ગચ્છાએ પણ આપસની ઈર્ષ્યા અને અસહિષ્ણુતાને લીધે એતિહાસિક લેને નષ્ટ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. ઉદાહરણાર્થે જુઓ લેખાંક ૪૪૭. તેમાં આચાર્ય અને ગચ્છનાં નામ સિવાયના બધા જ શબ્દો સુવાચ્ય છે!* અબુદજી જિનાલયના જીર્ણોદ્ધારને એ લેખ છે. ઉક્ત લેખમાં “ઉપદેશાત” શબ્દ અચલગચ્છીય લેખ હોવાનું સૂચન કરે છે. તદુપરાંત 3. ભાંડારકરને પ્રાપ્ત થયેલી એક પટ્ટાવલીમાં પણ એ જિનાલય સંબંધમાં આ પ્રમાણે નોંધ છે–“વિ૦ ૧૨૪૯ ભિન્નમાલ પાવે રત્નપુરવાસી સહસ્ત્રગણું ગાંધા અદ્બુદુ પ્રતિમા શત્રુંજયે અંચલગચ્છ જયસિંહસૂરિશું પ્રસ્થાપિતા.” આ ઉલ્લેખ ઉક્ત જિનાલય અચલછીય હોવાનું સિદ્ધ કરે છે. એનો જીર્ણોદ્ધાર પણ આ ગચ્છ દ્વારા, પ્રાયઃ આચાર્ય કલ્યાણ સાગરસૂરિ દ્વારા–જેઓ એ અરસામાં ત્યાં વિચરતા હતા, થયે હોય એ સંગતપ્રતીત થાય છે. મારા અગાઉના લેખસંગ્રહમાં પણ મેં આ અંગે વિચારણા કરી હતી. * “પ્રાચીન જૈન લેખ-સંગ્રહ” ભા ૨, અવલોકન પૃ ૪૬ માં જિનવિજ્યજી પ્રસ્તુત લેખ સંબંધમાં જણાવે છે કે આ કોઈ સંપ્રદાય દુરાગ્રહીની વર્તણુંક હશે. * સંસ્કૃત પ્રત વિષયક ડૉ. ભાંડારકરને રિપોર્ટ, સને ૧૮૮૩-૮૪, મુંબઈ વિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy