________________
૮
કંઠાળપ્રદેશમાં આવેલા ટાપુઓનો સારો ફાળે છે એમ પ્રસ્તુત લેખોમાં બંદર અને ટાપુ એના અનેક ઉલ્લેખ દ્વારા કહી શકાય. (૬) ભૂજ માટે “બાહદ્રગ” એવો શબ્દ ઘણી જગ્યાએ યોજાયેલો જોવા મળે છે. બાહુ અને “ભૂજ એ બને પર્યાયવાચી શબ્દો છે એમ હેમચંદ્રાચાર્ય પ્રણીત “અભિધાન ચિન્તામણિ કોશ'માં કહેવાયું છે. જુઓ–“ભુજે બાહઃ પ્રવેશે દર્બાહા” (મર્યકાંડ લો. ૫૮૯). એવી જ રીતે “ઢંગને અર્થ નગર થાય છે. જુઓ–“નગરી પૂઃ પુરી દ્રગઃ પત્તન” (તિર્ય કાંડ લો૦ ૭૧ ). અલબત્ત, આ શબ્દ લેકવ્યવહારમાં પ્રચલિત નહિ હોય, ઉત્કીર્ણ લેખો સિવાય “બાહદ્રગ” જેવો શબ્દ ખાસ ક્યાંયે નેધાયેલે પણ જોવા મળતો નથી. (૭) લેખમાં ગંધારનો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. ગુજરાત અંતર્ગત આ સ્થળનું નામ અફઘાનિસ્થાનના કંદહાર જે-ગાન્ધાર નામથી ઓળખાતું–તેને મળતું આવે છે. “ગુજરાત” અર્થાત્ ગુજરાતના યાયાવર સમૂહોના કાયમી વસવાટને કારણે આપણા પ્રદેશનું “ગુજરાત” નામ સ્થિર થયું. ગુર્જર પ્રજા વાયવ્ય સરહદથી પંજાબમાં થઈ ભારતના અન્ય પ્રદેશમાં પ્રસરી. એની કેટલીક ટોળીઓ રાજસ્થાનમાં સ્થિર થઈ અને ત્યાંથી આગળ વધી ગુજરાતમાં પ્રવેશી. તેથી ખાસ કરીને પંજાબ અને વાયવ્ય સરહદ તરફનાં ગામોનાં નામ સાથે ગુજરાતનાં સ્થળનામેનું સામ્ય ખાસ ધ્યાન ખેંચે છે. આ સંદર્ભમાં પણ પ્રાચીન સ્થળનામેનું વ્યાપક અધ્યયન કરવું આવશ્યક બને છે.* ભારતીય શકે ?
લેખામાં વિક્રમ સંવત કે શાલિવાહન શકને વિશેષ ઉપયોગ જોવા મળે છે. ક્યાંક વીર સંવતને ઉલ્લેખ પણ છે. લેખાંક ૨૮૧, ૪૪૧, ૭૪૬-૭ તથા ૧૦૭૦ માં વળી ઈલાહી શકનો પ્રયોગ હાઈને તે વિશે નેંધવું પ્રસ્તુત છે.
“તારીખ-ઈ-ઈલાહી' નામનો આ શક મોગલ બાદશાહ અકબરે પ્રવર્તાવ્યો હતો. તેણે સર્વધર્મ સમદર્શિતાને આદશ ઝીલીને “દીન-ઈ-ઈલાહી' નામને નૂતન ધર્મ પ્રબોળે અને પછી આ શક ચલાવવાનો ઉદ્યોગ પણ કર્યો. અબ્દુલ કાદિર બદાયૂની, જે અકબરના દરબારના વિદ્વાનોમાંનો એક હતો, તેણે “મુતખબુત્તવારીખ” નામક ગ્રંથમાં નંધ્યું છે કે અકબર જે વર્ષે ગાદીનશીન થયે તે વર્ષ આ શકનું પહેલું વર્ષ હતું. વાસ્તવમાં આ શક તેના ગાદી પર બેઠા પછી ૨૯ મા વર્ષે, એટલે કે હિજરી સન ૯૨, ઈ. સ. ૧૫૮૪ માં શરુ કરવામાં આવ્યો હતો, પરંતુ પછીના વર્ષોની ગણતરી કરીને અકબર જે વર્ષે ગાદી પર બેઠો તે આ શકનું પ્રથમ વર્ષ થાય એવી વ્યવસ્થા કરાઈ હતી.
આ શકનું વર્ષ સૌર છે. તેના મહિના અને દિવસનાં નામ ઈરાની છે. તારીખને બદલે મહિનાના ૧ થી ૩૨ સુધીના દિવસેનાં નામ નિયત છે. આ શક અકબર અને જહાંગીરના શાસન સુધી ચાલ્યો. શાહજહાંએ ગાદી ઉપર બેસતાં જ (ઈ. સ. ૧૬૨૮) તેને બંધ કરાવી દીધો.
સંવતના ઉલ્લેખ પછી લેખમાં માસ-પક્ષ-તિથિ-વાર આદિ જણાવેલાં હોય છે. * ડૉ. સાંડેસરાએ આ વિષયમાં “ગુર્જર ઈતિહાસ અને સંસ્કૃતિ' નામે મનનીય લેખ લખે છે. * “હિન્દુસ્તાનમાં જુદા જુદા શક,’ મંજુલાલ સેવકલાલ દલાલ કૃત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com