SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ (૨) સ્થળનાં નામોમાં પણ કાળક્રમે પરિવર્તન આવતાં રહે છે, અને પરિણામે લેખક્ત નામ હાલમાં કયું સ્થળ હશે તે સમજવું પણ એક કોયડો બની જાય છે. એટલે આ વિષયમાં ઘણુવાર અનુમાનથી જ ચાલતું હોય છે. ઉદાહરણાર્થે પૌરાણિક પરંપરાઓ આનર્તપુરને સૌ પ્રથમ વ્યક્ત કરે છે. આનર્તપુર તે જ આનંદપુર ને હાલનું વડનગર જેને લેખમાં વૃદ્ધનગર તરીકે ઉલ્લેખ છે, (લે. ૧૮૫). એવી જ રીતે વડેદરા માટે વટપદ્રનગર (લે. ૬૭૯), વડઉદ્દ કે વડઉદય જેવાં નામ પ્રચલિત હતાં; લે. ૨૩૧ માં જણાવેલું “વરઉદ' પણ એને માટે જ વપરાયેલ શબ્દ હોય એમ પ્રતીત થાય છે. લેખમાં ગુજરાતના પાટનગર અમદાવાદના અનેક સ્થાને ઉલ્લેખ છે. સુલતાન અહમદશાહે સન ૧૪૧૩ માં અમદાવાદ વસાવ્યું તે પૂર્વે ત્યાં આશાપલ્લી કે આશાવલ નગર હતું. “પ્રબંધચિન્તામણિમાં કર્ણદેવે કર્ણાવતી વસાવ્યાને ઉલેખ છે. આશાવલ એ જ કર્ણાવતી, કારણ કે તે સાબરમતીના કિનારે જ વસેલું હતું. પ્રસ્તુત લેખાંક ૨૨૦ સં. ૧૫૪૯ નો, એટલે કે અમદાવાદ વસ્યા પછીનો હેઈને તેમાં પ્રયોજિત “કર્ણાવતી' નામ સૂચક છે. (૩) પહેલાં કછ-માંડવીની નાળને કાંઠેના બંદરને રાયપુર બંદર તરીકે ઓળખવામાં આવતું એમ લેખાંક ૯૫૧ પરથી જણાય છે. અલબત્ત, આ નામ હાલમાં તદ્દન વિસરાઈ ગયું છે. લેખમાં “રાયપુર બિંદરે પ્રખ્યાત શ્રી માંડવી બિંદરે આ ઉલ્લેખ ઘણો જ ઉપયોગી છે. (૪) લેખમાં પિત્તનનું નામ અનેક સ્થાને જોવા મળે છે, તેમ જ એ નામથી ઘણાં નગરો પ્રસિદ્ધ હતાં, જેમ કે દેવપત્તન, પારાપત્તન વગેરે.+ જૈન ગ્રંથમાં પત્તન એ વસાહતને એક પ્રકાર છે. પન્નવણાની વૃત્તિમાં આચાર્ય મલયગિરિ તેની વિસ્તારથી ચર્ચા કરે છે. તેમના મતાનુસાર જલપત્તન તે પટ્ટણ અને જલ-સ્થલ માગે જવાય તે પત્તન. લેખાંક ૨૬૩ માં “પત્તન સહા નગરે ઉલ્લેખ કદાચ પાટણના પરા માટે હશે. લેખમાં “મહા નગરે વંચાય તો પણ તે બન્ને ઉલ્લેખ દ્વારા તે સમયના મહાનગર પાટણને સંકેત તો પૂરે પાડે જ છે. કવિચક્રવર્તિ જયશેખરસૂરિએ તેને “નૃસમુદ્ર” (“ઉપદેશચિન્તામણિ”ની પ્રશસ્તિ ) એટલે કે માણસોને સમુદ્ર કહ્યું છે તે યથાર્થ જ છે. સોમનાથ, આબૂ ઉપરના દેલવાડા તથા મેદપાટના ગિરિપ્રદેશ અંતર્ગત દેવકુલપાટક વગેરે સ્થળોને દેવપત્તન” નામે ઓળખાવવામાં આવતાં-જુએ લેખાંક ૩૨૧. આ દેવકુલપાટક એટલે મંદિરોનું નગર. • (૫) “દીવ” શબ્દ સંસ્કૃત ‘દ્વીપ પરથી ઉદ્ભવ્યો છે, કિન્તુ સામાન્ય નામવાચક આ શબ્દ લેખોમાં વિશેષનામ તરીકે વપરાયેલો જોવા મળે છે, જુઓ-દીવબંદર (લે. ૩૧૬), બેટ (લે. ૧૨૫), બેટનગર (લેક ૧૯૫), દ્વીપ બંદર (લે. ૩૧૩) ઈત્યાદિ. ગુજરાતની સમૃદ્ધિમાં બંદરે ફાળો સવિશેષ રહ્યો છે, તેમાં દીવબંદરને ફાળે પણ સારો એવો હશે એમ પ્રસ્તુત લેખને આધાર ટાંકીને તારવી શકાય એમ છે. ૧૬ મા સૈકામાં ગુજરાતમાં આવેલો પિગીઝ મુસાફર બાર્બોસા નેંધે છે કે અમદાવાદના સુલતાનની સમૃદ્ધિને મુખ્ય હિસ્સો દેશના અંદરના ભાગમાંથી નહીં, પણ ધીકતા વેપારવાળા કિનારાના પ્રદેશમાંથી આવતો હતો. ગુજરાતની આ દરિયાઈ જાહોજલાલીમાં + અણહિલવાડ પાટણને મુસલમાનો નહરવાલા તરીકે ઓળખાવતા, એ જ કદાચ લેખક્ત ઉપરનાલા (લે. ૪૨૭) હશે. A “અન્વેષણ', ડો. ભોગીલાલ જ. સાંડેસરા કૃત. ગુજરાતના ટાપુઓ-એક ઐતિહાસિક રેખા દર્શન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy