SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્યું પ્રોત્સાહન આપ્યું છે, તેમને અણિ છું. સંઘને આવા વિદ્યાપ્રેમી સુકાની સાંપડ્યા છે એ પણ ભાગ્યની વાત છે. તેમની પ્રેરણાથી ગચ્છના ઐતિહાસિક રાસોને સંગ્રહ પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે; અને તેમને આ પ્રમાણે ઉત્સાહ મળ્યા કરશે તે આવા બીજા પણ સંદર્ભગ્રંથ તૈયાર કરવામાં હું આનંદ અનુભવીશ. અહીં મુલુંડ અચલગચ્છ સંઘ અને તેના અગ્રેસર મુરબ્બી શ્રી ખીમજી ઘેલાભાઈ ખેનાને આભાર પણ માન જ રહ્યો. આ સંગ્રહનાં ૧૨૦ પૃછે જે અગાઉ પ્રકાશિત મારા લેખસંગ્રહમાં હતાં તેની આ સંગ્રહમાં મૂકાયેલી વધારાની પ્રતાને ખર્ચ તેમણે ભગવ્યો છે. શ્રી અનંતનાથજી ટ્રસ્ટે એ લેખસંગ્રહ પ્રકાશિત કરતી વખતે “કછ-લેખસંગ્રહ” તૈયાર કરાવવાને ઠરાવ એ વખતે કર્યો હોઈને, ૧૨૦ પૃષ્ઠો બીજા સંગ્રહમાં કામ આવશે એ હેતુથી વધારે છપાવવામાં આવેલાં તેને અહીં ઉપગ કરી લીધો છે. આ ગ્રંથની પ્રસ્તાવના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સદ્ગત ટેલરરાયભાઈ માંકડે તૈયાર કરવાનું સ્વીકારેલું. તેઓશ્રીએ આ સંગ્રહની પ્રશંસા કરતા પત્ર લખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રત્યેક સંપ્રદાયના સૌરાષ્ટ્ર અંતર્ગત ઉત્કીર્ણ લેખો મેળવવા માટે પ્રવાસ ગોઠવવાનું કાર્ય સુપ્રત કરવાનું મને જણાવેલું. કિન્તુ એ કાર્યો સાકાર થાય તે પહેલાં જ તેઓ આપણી ચિર વિદાય લઈ ગયા. એ વડીલ સાક્ષરને હું અંજલિ આપું છું. આ સંગ્રહ જે કઈને ક્યાંયે ઉપયોગી થશે તે મારો બધે શ્રમ હું સાર્થક થયે ગણીશ. રાજકોટ તા. ૧-૧-૧૯૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy