________________
શ્રી વીરવંશ તથા શાલાપતિ જ્ઞાતિ :
આ સંગ્રહમાં શ્રી શ્રીવંશ તથા શ્રી વીરવંશ જ્ઞાતિઓના ઘણા લેખે છે, પણ એ જ્ઞાતિઓ કઈ તે સંબંધમાં વિશેષ જાણવામાં આવ્યું નથી. આજ સુધીમાં આ જ્ઞાતિઓના હજારો લેખો પ્રકાશમાં આવ્યા છે, કિન્તુ વિદ્વાનોએ તે અંગે ગંભીરતાથી લક્ષ આપ્યું હોય એમ જણાતું નથી.
લેખાંક ૯-૧૦ માં શાલાપતિ જ્ઞાતિનો ઉલ્લેખ છે. પાટણના શાલવીઓ, જેઓ પટોનાના કસબથી વિખ્યાત છે, તેઓ આ જ્ઞાતિના હતા. તેમના દ્વારા નિર્મિત જિનાલયોઉપાશ્રયે હાલ પાટણમાં મેજુદ છે. અચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ શાલવીઓને પ્રતિબોધ આપીને જૈન ધર્માનુયાયી કર્યા તથા તેમના શિષ્ય જયસિંહસૂરિએ શાલવીઓના દિગંબરીય આચાર્ય ક્ષત્રસેન ભટ્ટાકને ધર્મ સંવાદમાં પરાસ્ત કરીને એ સંપ્રદાયના શાલવીઓને વેતાંબર કર્યા, તે અંગે અચલગચ્છની પટ્ટાવલીમાં વિસ્તૃત વર્ણન છે.
કલાકમે જૈન શાલવીઓની સંખ્યા ઓછી થવા લાગી, તેથી તેમને ઉપદેશ આપીને જૈન ધર્મમાં દઢ રાખવા માટે આચાર્ય કલ્યાણસાગરસૂરિ, ગજસાગરસૂરિ તથા ભરતઋષિએ પ્રયાસ કરેલા તે અંગે કવિ હર્ષસાગર રચિત “રાજસીસાહ રાસ’માં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ
વિરવંશ ગોત્રનું નામ, શાલવી ઉડક પ્રગટિયું તમ; અણહિલપુર ઘર સુપંચ સાર, જલાલપુર ઈલમ નિરધાર. ૨૪૧ અહિમદપુર પંચસાર, કનડી વીજાપુર લોચન ધાર;
ગજસાગર ભરથરષિ વિશેષ, શ્રી કલ્યાણસાગર દીધ ઉપદેશ. ૨૪ર ઉપર્યુક્ત પ્રમાણ દ્વારા એમ પણ સિદ્ધ થાય છે કે શાલવીઓ વીરવંશ જ્ઞાતિના હતા. આ જ્ઞાતિની પેટાજ્ઞાતિ “શાલાપતિ” હોઈ શકે. અન્ય જ્ઞાતિઓ :
આ સંગ્રહમાં ઓશવાળ, શ્રીમાલ, પિરવાળ, ગૂર્જર, ભાવસાર, ડીસાવાલ, પલીવાલ ઈત્યાદિ અનેક જ્ઞાતિઓના લેખો છે; કિન્તુ તે અંગે સેંધવું અહીં પ્રસ્તુત બનતું નથી. લેખોમાં “શ્રીમાલ” અને “શ્રીશ્રીમાલ” જ્ઞાતિના ઉલ્લેખે એક જ જ્ઞાતિ સંબંધિત છે કે કેમ એ અંગે પણ વિદ્વાનોમાં મતભેદ છે. ઓશવાળોમાં જે પિતાનું નેત્ર શ્રીશ્રીમાલ દર્શાવે છે તેઓ પિતાને શ્રીમાળી જ્ઞાતિથી ભિન્ન સમજે છે; કેમકે ઓશવાળેનાં નેત્રોમાં શ્રીશ્રીમાલ પણ એક ગેત્ર ગણાય છે એમ પૂરણચંદ્ર નાહર જેવા વિદ્વાનને અભિપ્રેત છે.*
લેખાંક ૯૭૭ અને ૬૯૦ માં અનુક્રમે સોની તથા શ્રીવત્સ સોની જ્ઞાતિના ઉલ્લેખું છે, તે ઉપર્યુક્ત પ્રમુખ જ્ઞાતિમાંની કઈ જ્ઞાતિની પેટાજ્ઞાતિઓ છે તે જાણી શકાતું નથી. લે૬૫૬ માં શ્રીશ્રીવંશના ગોત્ર તરીકે પલીવાલને ઉલ્લેખ પણ ધ્યાન ખેંચે છે. શ્રીશ્રીમાલ અને શ્રીશ્રીવંશના લેખે (૮૨ અને ૧૦૯)માં કઉડીશાખા સમાન છે, તેવી જ રીતે એ બને જ્ઞાતિઓના ઉલ્લેખવાળા લેખાંક ૨૪૮–૯ માં પણ એક જ પરિવારની * જૈન લેખ સંગ્રહ-જૈસલમેર” પૃ. ૨૫, પૂરણચંદ્ર નાહર દ્વારા સંપાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com