________________
૨૮
નાગર જેને તથા નિમાજ્ઞાતિ :
આજે તો નાગર જૈનેનું અસ્તિત્વ નથી, કિન્તુ એક વખત જૈન મહાજનની ૮૪ જ્ઞાતિએમાં નાગરની પણ એક જ્ઞાતિ તરીકે ગણના હતી; અને તેમાંથી મોટો શ્રમણવર્ગ અસ્તિત્વમાં આવતાં નાગરગચ્છની પણ ઉત્પત્તિ થયેલી. આ જ્ઞાતિને જૈનધર્માવલંબી રાખ વામાં આચાર્ય મેરૂતુંગસૂરિએ વિશેષ પ્રયત્નો કરેલા એ અંગે અચલગચ્છની પટ્ટાવલીમાંથી વિગતો સાંપડે છે. * આ સંગ્રહમાં પણ આ જ્ઞાતિના લેખે સારી સંખ્યામાં છે, જુઓ પરિશિષ્ટ (4).
કહેવાય છે કે છેલ્લે વડનગરમાં આ જ્ઞાતિનાં ૨૦-૩૦ ઘરો સોએક વર્ષ પહેલાં માત્ર રહેતાં સગપણલગ્ન અંગેની વિકટ સમસ્યા ઉપસ્થિત થયેલી. જેનેતર નાગરોએ આ જ્ઞાતિનાં રહ્યાં-સહ્યાં લોકોને સુણાવી દીધું કે –“કંઠી બાંધે, નહીં તો કન્યાની લેવડદેવડ નહીં થાય!” જ્ઞાતિએ અમદાવાદના સંઘાગ્રણીઓ પાસે ધા નાખીને વિનંતી કરી કે તેમને અન્ય જૈન જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં આવે. આ પ્રશ્ન તે વખતે ખૂબ જ ચર્ચા, અંતે, જૈન હોવા છતાં આગેવાનોએ જ્ઞાતિબંધનને વિશેષ વજન આપ્યું અને પરિણામે નાગરને અસહાય દશામાં ધર્માન્તર કરવાની કરુણ ફરજ પડેલી. આમ વર્તમાન જૈન ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી આ જ્ઞાતિનું નામ સદાને માટે ભૂંસાઈ ગયું.
એવી જ રીતે નિમાણાતિ, જે એક વખત અચલગચ્છીય સામાચારીને સ્વીકારતી હતી, તેનું નામ પણ આ ગચ્છનાં પૃોમાંથી ઓસરી ગયું. આ જ્ઞાતિના લેખ માટે જુઓઃ પરિશિષ્ટ (વ), જે દ્વારા નિમાજ્ઞાતિના આ ગચ્છ સાથેના ઘનિષ્ટ સંબંધોની યાદી તાજી થાય છે.
લેખાંક પ૩૮ માં “જાતિ સ્થાપક રાજા હરિશ્ચંદ્ર” એ ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. સત્યવાદી રાજા હરિશ્ચંદે આ જ્ઞાતિના નિયમો ઘડી આપેલા તેથી તેને “નિયમા” કે નિમા તરીકે ઓળખાવવામાં આવી. સ્કંદપુરાણું અંતર્ગત હરિશ્ચંદ્ર આખ્યાનમાં આ જ્ઞાતિના પૂર્વ ઈતિહાસ સંબંધક વર્ણન છે, જે અનુસાર રાજા વશિષ્ઠ ઋષિની સલાહથી ઔદુમ્બરઋષિ પાસે પુત્રપ્રાપ્તિ અર્થે રાજસૂય યજ્ઞ કરાવવા અધ્યાથી રુદ્રપુરી, જ્યાં હાલ શામળાજીનું મંદિર છે, પધારેલા. પૂર્ણાહૂતિ બાદ બ્રાહ્મણોને તેમણે સાથે આવેલા અને યજ્ઞની જોઈતી સામગ્રી પૂરી પાડનારા વણિકોની યજમાનવૃત્તિ ભેટ ધરી, ઈત્યાદિ.A
રાજા હરિશ્ચંદ્ર આ જ્ઞાતિનાં આચાર-વિચારને લક્ષમાં રાખીને તેનું સંવિધાન ઘડી આપ્યું, એ ઘટનાને જ્ઞાતિ હજુ ભૂલી નથી. ઉક્ત મૂર્તિલેખમાં રાજા હરિશ્ચંદ્રને ઉલ્લેખ છે, તેવી જ રીતે લગ્નાદિ શુભ પ્રસંગોમાં “જાતિ સ્થાપક રાજા હરિશ્ચંદ્રનું સ્મરણ કરવામાં આ જ્ઞાતિ ગર્વ અનુભવે છે.
* આ. ઉદયસાગરસૂરિ કૃત “ગુણવર્મરાસ (સં. ૧૭૯૭)ની પ્રશસ્તિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.
ગણ નાયક મેરૂતુંગસૂરીસર, જસ મહિમા અત્યંત;
નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રણમત-સુર-મુનિ સંતરે. A “વિશા નિમા વણિક જ્ઞાતિને ઇતિહાસ,’ મહાસુખરામ પ્રાણનાથ ક્ષેત્રીય કૃત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com