________________
૨૭.
3
આરસના પાળિયામાં એક ઘોડેસ્વાર અને તેની પાસે ત્રણ સ્ત્રીઓની મૂર્તિઓ છે. મથાળે સૂર્ય અને ચંદ્ર છે. મૂર્તિનાં મુખ ખંડિત અવસ્થામાં છે. આરસની તખ્તીની આસપાસ હાંસીઆમાં પ્રસ્તુત લેખ સ્પષ્ટ વંચાય છે. ઘોડાનો સાજ તથા મૂર્તિઓને પોશાક ઉત્તમ છે, “ગૂજરાતનું પાટનગર અમદાવાદમાં રત્નમણિરાવ આ પાળિયાને અમદાવાદના જોવા લાયક સ્થળ તરીકે ઓળખાવતાં કહે છેઃ “આ સુંદર પાળિયે મ્યુઝિયમમાં મૂકવા યોગ્ય છે, તેને બદલે આજે તે નિર્જન જગ્યાએ કૂવા ઉપર જડેલે છે. આસપાસ લેકે જાજરૂ બેસે છે. પહેલાં એના ઉપર ભવ્ય છત્રી હશે એવું અનુમાન થઈ શકે છે.”
લેખાંક ૭૭૨ માં સં. ૧૬૭૧ ૧. શુ. ૩ ને શનિવારે આગરામાં આચાર્ય કલ્યાણ સાગરસૂરિની ઉપસ્થિતિમાં થયેલી ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે રૂપચંદે ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી તેનો નિર્દેશ છે. બરાબર બીજે વર્ષે એ જ દિવસે તેનું અમદાવાદમાં મૃત્યુ થયું એ પણ જોગાનુજોગ છે! સામાજિક ઘર્ષણે
ઉત્કીર્ણ લેખ દ્વારા સામાજિક, રાજકીય કે ધાર્મિક ઘર્ષણોનાં સૂચનો પણ મળી રહેતા હોય છે. પરસ્પર પ્રતિસ્પધી ધર્મ-સંપ્રદાય–ગચ્છ આદિએ આ પ્રમાણોનો વિનાશ સર્જ વામાં બાકી નથી રાખ્યું એ વાત સુવિદિત છે. ગચ્છ કે આચાર્યનાં નામ ઉપર ટાંકણું ફેરવી દેવા સંબંધમાં પણ અનેક પ્રમાણે ઉપલબ્ધ થાય છે, જે દ્વારા આવા ઘર્ષણની ગવાહી મળી રહે છે.
ધાર્મિક સ્થાનોના વહીવટમાં થતાં ઘર્ષણને પરિણામે લેખને ઘણું સહન કરવું પડતું હોય છે, કેમ કે આવી સ્પર્ધાઓમાં શિલાલેખોને ઉખેડી નાખવાની કે ભૂંસી નાખવાની પ્રવૃત્તિ પણ ચાલતી જ હોય છે. ઉદાહરણથે નવાગામના જિનાલયને શિલાલેખ (નં. ૩૮૯) આજ સુધી મૂકવામાં આવેલ નથી. લેખની ઉત્કીર્ણ તકતી ઉપરથી એની નકલ રજૂ કરવામાં આવી છે. જખૌ ટ્રકના વહીવટ પ્રશ્ન શેઠ–પક્ષ અને મહાજન વચ્ચે વર્ષો સુધી ઉગ્ર ઘર્ષણ ચાલેલું, એ દરમિયાન લેખાંક ૮૬૭ ની છેલ્લી પંક્તિઓને ઘસી નાખવામાં આવેલી. કહેવાય છે કે તેમાં જિનાલયના વહીવટ અંગે ઉલ્લેખ હતો.
- પાલિતાણાના ઠાકોર સૂરસિંહને શત્રુ ગિરિ ઉપર પિતાને અધીકાર સ્થાપવાની મહેચ્છા હતી. પિતાની મુરાદ બર લાવવા તેણે પ્રાચીન દસ્તાવેજો શોધવા અનેક પ્રયત્નો કરેલાં કિન્તુ તેમાં તેને નિષ્ફળતા મળેલી. અંતે તેણે આ સંગ્રહના લેખાંક ૩૧૫ ને પૂરાવા તરીકે રજૂ કરી એવું પ્રતિપાદન કરવા પ્રયાસ કરેલો કે એ લેખમાં પાલિતાણાના રાજાની આજ્ઞા લઈને જિનાલયનું કામ કરવા સંબંધક સ્પષ્ટ ઉલ્લેખ છે. પિોલિટીકલ એજન્ટ આ અને વિચારણા કરે એ દરમિયાન રાજાએ ફરિયાદ કરી કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ એ લેખની અમુક પંક્તિઓ ઘસી નાખી છે.+ પેઢી અને રાજા વચ્ચે આ તકરારે ઉગ્ર સ્વરૂપ પકડેલું તેનો ઇતિહાસ લાંબો છે. અહીં એટલું જણાવવું જ પ્રસ્તુત છે કે આવાં ઘર્ષણને પરિણામે ઉત્કીર્ણ પ્રશસ્તિઓને ખૂબ જ સહન કરવું પડેલું. આજે એ લેખની ખંડિત પંક્તિઓ આ ઐતિહાસિક વિવાદની સાક્ષી પૂરી રહી છે.
+ The Palitana Jain Case, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com