________________
૩૦
નામાવલી ઉક્ત જ્ઞાતિઓની અભિન્નતા દર્શાવે છે. અલબત્ત, આ અંગે નિર્ણય કરતાં પહેલાં અન્ય પ્રમાણેની આવશ્યકતા જણાય છે. દશા–વીશા ભેદ :
જ્ઞાતિ–પેટાજ્ઞાતિ ઉપરાંત લેખે દશા-વિશા ભેદ અંગે પણ ઠીક ઠીક સામગ્રી રજૂ કરે છે. આ ભેદ સૂચવવા લઘુ કે વૃદ્ધ શાખા-સંતાન-સાજનિક જેવા ઉત્તર પદોનો ઉપયોગ જોવા મળે છે, તો કેટલાકમાં “બૃહદ્ શાખા” (લે. ૪૮૫), “વડહરા શાખા” (લે. ૧૫૩), “મહાશાખા” (લે. ૨૧૮) કે “મહાજનીય' (લે. ૩૪) જેવા શબ્દપ્રયોગ પણ પ્રજાયા છે.
લેખાંક ૨૫, ૫૭ વગેરેમાં વીશા શબ્દ પાસે ૨૦ નો અંક મૂકવામાં આવ્યું હઈને પ્રસ્તુત ભેદો સંખ્યાવાચક હોવાનું સૂચન મળે છે, કિન્તુ આ સંખ્યા શેની છે તે નક્કી થઈ શકતું નથી.
સં. ૧૪૭૧ ની સાલની મૂર્તિને લેખાંક ૨૬ આ સંબંધમાં સૌથી પ્રાચીન છે, તેથી પ્રાચીન પ્રમાણ મળે છે કે કેમ એ શેાધવું ઘણું જ રસપ્રદ બની રહેશે. અગરચન્દજી નાહટાને પ્રસ્તુત ભેદ દર્શાવતી સં. ૧૩૮૮ ની એક પ્રશસ્તિ પ્રાપ્ત થઈ છે, તેમાં જિનપત્તિસૂરિની સામાચારીના સંબંધમાં દશા–વીશાનો ઉલ્લેખ હાઈને સં. ૧૨૭૭, એટલે કે સૂરિ જીના સ્વર્ગવાસ પહેલાં પણ આ ભેદ વિદ્યમાન હતો એમ સ્વીકારવું પ્રાપ્ત થાય છે.* આશાદર્શક લેખ :
ઉત્કીર્ણ લેખમાં ઘણીવાર આજ્ઞાદશક ઉલ્લેખ પણ જોવા મળે છે. ઉદાહરણાર્થે લેખાંક ૩૨૧ માં ગાય માર્યાના પાપ અંગે ઉલ્લેખ છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે –“જે રાજા અન્ય દ્વારા અપાયેલી વસ્તુને લેપ કરે તે નરકમાં જાય.”
લેખાંક ૪૪૮ માં આજ્ઞાનો ભંગ કરનાર સમસ્ત સંઘને ખૂની છે એમ કહેવામાં આવ્યું છે! આવા ઉલ્લેખો જૂના દસ્તાવેજોમાં ખાસ જોવા મળે છે, તેમાં જિનેશ્વર કે ગણધરની આણ આપવામાં આવતી હોય છે, જેથી ધર્મભીરુ લેકે આજ્ઞાને લોપ કરતાં ડરે.
ગાય માર્યાનાં પાપ કે નરકનાં દુખે સૂચવતા લેખ અંગે મુનિ જયન્તવિજયજી નોંધ છે કે “પરંતુ આ ડર આર્ય લકે રાખે; પણ મુસલમાન, ઈસાઈ, અથવા સાવ નાસ્તિક હોઈ તે એવા પાપોથી પણ ન ડરે એટલે એને ભૂંડી–અવંધ્ય ગાળે લખેલી જોવામાં આવે છે.”A અલબત્ત, હીંદવાણે ગાય ને તરકાણે સૂતર જેવા શિષ્ટ ઉલ્લેખે પણ હોય છે. જૈન લિપિ અને ભાષા :
પ્રસ્તુત લેખે જેન લિપિમાં ઉત્કીર્ણ છે. અલબત્ત આ લિપિ હાલમાં વપરાતી નથી. વર્તમાન ભારતીય લિપિઓની જન્મદાત્રી બ્રાહ્મીલિપિ આ લિપિની પણ જનેતા છે. બ્રાહ્મીx “દશા-વીશા ભેદ કા પ્રાચીનત્ત્વ' નામક નાહટાછો લેખ, “અનેકાન, વર્ષ ૪, અંક ૧૦. A “અબુંદ પ્રાચીન જૈન લેખસંગ્રહ’ સં. મુનિ જયન્તવિજયજી, લેખાંક ૮૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com